Site icon Revoi.in

પંજાબના તરણતારણમાં બીએસએફે એર સ્ટ્રાઈક ગનથી તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

Social Share

પંજાબના તરણતારણના ખેમકરણ સેક્ટરની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બીએસએફે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું છે. સીમાની નજીકના રતોકે ગામમાં ગત રાત્રે એક પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. તેને બીએસએફે તાત્કાલિક કાર્યવાહી કરતા એર સ્ટ્રાઈક ગનથી નિશાન બનાવ્યું હતું.

ગામના સરપંચ લખબીરસિંહે કહ્યુ છે કે તેમણે ખુદ ડ્રોનને જોયું, તેના પછી ફાયરિંગ થવા લાગ્યું, મોડી રાત્રે ગામ સહીતના આસપાસના સરહદી ગામડાંઓમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે સવારે ઈન્ટરનેટ સેવાઓને ફરીથી બહાલ કરી દેવામાં આવી હતી અને ગામના લોકો ફરીથી પોતાની દિનચર્યામાં લાગી ગયા છે.

મહત્વપૂર્ણ છે કે ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોનના ઘૂસવાનો આ કોઈ પહેલો મામલો નથી. આના પહેલા રાજસ્થાનમાં પણ પાકિસ્તાની ડ્રોનના ઘૂસવાની જાણકારી મળી હતી. જો કે ભારતીય સેનાએ તેને તોડી પાડયું હતું. આ પહેલા 10મી માર્ચે રાજસ્થાનમાં બીએસએફના જવાનોએ ભારતીય સીમામાં પ્રવેશની કોશિશ કરી રહેલા એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું હતું.

ડિફેન્સ રાજસ્થાનના પીઆરઓ કર્નલ સંબિત ઘોષે કહ્યુ હતુ કે ગંગાનગર સેક્ટરમાં શનિવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે એક અનમેન્ડ વ્હીકલની ઘૂસણખોરીના અહેવાલ હતા. ડ્રોન પર હુમલો કરીને તેને તોડી પાડવામાં આવ્યું હતું.