Site icon Revoi.in

ધાર્મિક કારણોસર પોતાની દીકરીઓને બહાર રમવાની પરવાનગી નથી આપતો પાકિસ્તાની ક્રિકેટર આફ્રિદી

Social Share

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે તે પોતાની દીકરીઓને બહાર જઈને રમવાની ના પાડે છે. તેણે પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં લખ્યું છે કે તે સામાજિક અને ધાર્મિક કારણોસર પોતાની ચાર દીકરીઓ (અંશા, અજવા, અસમારા અને અક્સા)ને બહાર જઈને રમવાની પરવાનગી નથી આપતો.

ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને આફ્રિદીની આત્મકથાનો હવાલો આપીને જણાવ્યું, ‘નારીવાદી લોકો મારા નિર્ણય વિશે જે બોલવું હોય બોલી શકે છે.’ આફ્રિદીએ કહ્યું કે તેની દીકરીઓ રમતમાં સારી છે પરંતુ તેમને ફક્ત ઇનડોર ગેમ્સ રમવાની જ પરવાનગી છે.

આફ્રિદીએ કહ્યું, ‘અજવા અને અસમારા સૌથી નાની છે અને તેમને ડ્રેસ-અપ રમવું બહુ ગમે છે. જ્યાં સુધી તેઓ ઘરમાં છે, ત્યાં સુધી મારા તરફથી તેમને દરેક રમત રમવાની પરવાનગી છે. ક્રિકેટ? ના, મારી દીકરીઓ માટે નથી. તેમને તમામ ઇનડોર ગેમ્સ રમવાની પરવાનગી છે, પરંતુ મારી દીકરીઓ સાર્વજનિક રમતની ગતિવિધિઓમાં ભાગ નથી લેવાની.’

આફ્રિદીની આત્મકથા પહેલેથી જ ચર્ચામાં રહી છે. આફ્રિદીએ તાજેતરમાં રીલીઝ થયેલી પોતાની આત્મકથામાં ઘણા ખુલાસા કર્યા. તેણે તેમાં કાશ્મીર અને 2010 સ્પોટ ફિક્સિંગ મામલે પણ વાત કરી છે.