Site icon hindi.revoi.in

જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયાબાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી હતી. હવે પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ ધમકી આપી છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ માટે કોઈપણ હદે જઈ શકે છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે તે કાશ્મીરીઓના સંઘર્ષમાં તેમની સાથે ઉભી રહેશે. અમે તૈયાર છીએ અને આના સંદર્ભે પોતાના દાયિત્વોને પુરા કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું.

એક પછી એક ટ્વિટમાં ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના મહાનિદેશકે કહ્યુ છે કે ગવર્નમેન્ટ હેડ્ક્વોર્ટરમાં કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. અમે કાસ્મીરને લઈને ભારતીય પગલાને પાકિસ્તાન સરકાર દ્વારા નામંજૂર કરવાનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાને અનુચ્છેદ-370 અથવા 35-એના માધ્યમથી જમ્મુ અને કાશ્મીર પર ભારતીય કબજાને કાયદેસરનો બનાવવાને ક્યારેય માન્યતા આપી ન હતી.

બીજી તરફ જનરલ બાજવાએ કહ્યુ છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ સાથે આખરી સંઘર્ષમાં દ્રઢતાથી ઉભી છે. અમે પોતાના દાયિત્વોને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડૉનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેનાની બેઠક રાવલપિંડીમાં જનરલ મુખ્યાલયમાં આયોજીત કરવામાં આવી હતી.

મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે ભારત દ્વારા અનુચ્છેદ – 35એને સમાપ્ત કરવાનો નિર્ણયે તેના તથાકથિત લોકતાંત્રિક ચહેરાને દુનિયાની સામે ઉજાગર કર્યો છે. કાશ્મીરનું નેતૃત્વ ભારતના નિર્ણયની સાથે નથી. બારતે કાશ્મીર સમસ્યાને ફરીથી જીવિત કરી દીધી છે.

એક દિવસ પહેલા સોમવારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરી દીધી હતી. તેના માધ્યમથી રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો. તેની સાથે જ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વહેંચી દેવામાં આવ્યો છે. બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે.

Exit mobile version