પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શનિવારના રોજ પાકિસ્તાની સેનાના વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતુ,પીઓકેમાં સેનાના અત્યાચારના વિરુદ્વ જ્યારે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તેમનો અવાજ દબાવવા માટે તેમના પર લાઠી ચાર્જ કરીને ખુબ માર મારવામાં આવ્યો હતો, સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં કેટલાક પ્રદર્શનકર્તાઓ ઘાયલ પણ થયા હતા,પોલીસે આઝાદીના સમર્થનમાં નારા લગાવનારા 22 લોકોની ધરપકડ કરી હતી.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજફ્ફરાબાદથી 80 કિલો મીટર દુર તાત્રિનોટ ગામમાં સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું હતું આ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને મોબાઈલ સેવાઓ પણ બંધ રાખવામાં આવી છે.
જીલ્લા પોલીસ પ્રમુખ તાહિર મહમૂદ કુરૈશીએ જણાવ્યું હતુ કે શનિવારના રોજથી શરુ થયેલુ આ પ્રદર્શન સોમવાર સુધી ચાલ્યુ હતુ,આ પ્રદર્શનને રોકવા માટે આંસૂ ગેસ પણ છોડવામાં આવ્યો હતો. લોકો પાકિસ્તાની સેનાની તૈનાતીથી પરેશાન છે, સેનાને લઈને લોકોમાં આક્રોશ ફેલાયો છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને કહી રહ્યા છે કે, પાકિસ્તાની સેનાઓ કાશ્મીર છોડી દો, ‘આ દેશ અમારો છે, અમે તેના માટે લડીશું’.જેવા નારાઓ લગાવી રહ્યા છે
માનવ અધિકાર કાર્યકર્તા આરિફ અજાકિયાએ કહ્યું હતુ કે,પાકસ્તાને અહિયાના લોકોને રસ્તા પર ઉતરવા માટે, આંદોલન કરવા માટે મજબુર કર્યા છે, મોહરમના નામે ઈંટરનેટ અને મોબાઈલ સેવાઓ એલઓસીના 10 કિલો મીટર સુધીના વિસ્તારમાં બંધ કરવામાં આવી છે.
જેકેએલએફ નેતા તોકીર ગિલાનીએ અલઝઝીરા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતુ કે,પ્રદર્શન કરનારા લોકોમાંથી 40 લોકોની ઘરપકડ કરી છે, અને તેઓ પર આ પ્રદર્શનને બેધ કરવાનું દબાણ કવામાં આવી રહ્યું છે.તેમણ વધુમાં કહ્યું કે,પ્રદર્શન કરનારા લોકો પૂર જોશમાં છે,અધિકારીઓ તેમને પરત ફરવાનું કહી રહ્યા છે પણ તેઓ તેમની જીદ પર અડગ છે.