Site icon hindi.revoi.in

ક્રિકેટ વર્લ્ડકપ: ‘જસ્ટિસ ફોર બલૂચિસ્તાન’ સૂત્ર સાથેનું પ્લેન લીડ્સના સ્ટેડિયમ પરથી ઉડયું, પાકિસ્તાની-અફઘાની પ્રશંસકો બાખડયા

Social Share

આઈસીસી વર્લ્ડ કપમાં લીડ્સના હેડિંગ્લે સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ખરાખરીનો મુકાબલો છે.

લીડ્સ ખાતેના હેડિંગ્લે સ્ટેડિયમની બહાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાની પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે એક એરક્રાફ્ટ આ વિસ્તારમાંથી પસાર થયુ  હતું, તેની પાસે જસ્ટિસ ફોર બલૂચિસ્તાન સ્લોગન પણ હતું. તેના કારણે જ બંને દેશોના પ્રશંસકો વચ્ચે વિવાદ સર્જાયાનું કહેવામાં આવે છે.

દેખીતી રીતે આ એરક્રાફ્ટનું અહીંથી ઉડ્ડયન બિનસત્તાવાર હતું અને તેના દ્વારા રાજકીય સંદેશાઓ દ્રશ્યમાન થયા હતા. લીડ્સના એર ટ્રાફિક દ્વારા સમગ્ર ઘટનાની તપાસ થઈ રહી છે.

લીડ્સમાં હેડિંગ્લે સ્ટેડિયમની બહાર પાકિસ્તાની અને અફઘાનિસ્તાની પ્રશંસકો વચ્ચેના ઘર્ષણનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ અપુષ્ટ વીડિયોમાં સ્ટેડિયમની બહાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમોની જર્સી સાથે બંને દેશના પ્રશંસકો પોતપોતાના દેશના ઝંડા લઈને એકબીજા સાથે ઘર્ષણમાં ઉતરેલા દેખાય છે.

આ વીડિયોને સોશયલ મીડિયા પર શેયર કરીને લોકો દાવો કરી રહ્યા છે કે લીડ્સમાં સ્ટેડિયમ બહારના વીડિયોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ દરમિયાનનો છે અને તેમાં બંને દેશના પ્રશંસકો લડી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ ઘટનાનો અહેવાલ આપવામાં આવ્યો છે.

આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને પાકિસ્તાનને બોલિંગ આપી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 37 ઓવરમાં છ વિકેટે 169 રન કર્યા હતા.

સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પાકિસ્તાને આ મેચ ફરજિયાતપણે જીતવી પડે તેમ છે. પાકિસ્તાને ગત મેચમાં ન્યૂઝીલેન્ડને મ્હાત આપી હતી.

Exit mobile version