- પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલધ્ધંન કર્યું
- એક જવાન શહીદ, એક જવાન ઘાયલ થવાના સામાચાર
જમ્મુ- : પાકિસ્તાન તેની નાપાક ઈરાદાઓને અંજામ આપતું રહ્યું છે,પાકિસ્તાન દ્રારાલ કરવામાં આવતી બેફામ પ્રવૃત્તિઓ ચાલુ છે તે તેની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું. આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની આતંકીઓ સેનાઓની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યું છે.
ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન દ્રારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવતા સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે જ એક જવાન ઘાયલ થયાના સમાચાર મળી આવ્યા છે.
અધિકારીઓ એ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ શુક્રવનાર અને શનિવારની રાતે ભારતીય સેનાની ચોકીઓને નિષાન બનાવી હતી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
પાકિસ્તાન તરફખી કરવામાં આવેલ ગોળીબાળમાં હવાલદાર રેન્કનો એર જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેઓ શહીદ થયા હતા , આ સાથે જ સેનાના એક જવાન ઘાયલ થવાની પણ માહિતી મળી આવી છે, જેને હાલ સારવાર હેછળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ વિસ્ચતારમાં થોડી થોડી વારે પાકિસ્તાન તરફથી ગોળીબાળ કરવામાં આવી રહ્યો હતો.
આ પહેલા ગુરુવારના રોજ પણ હિરાનગરમાં પાકિસ્તાની સૈનિકોએ રાત્રે 10 વાગ્યાથી કરોલ પંગા, ભીકે ચક, ચક સમાન ચોકીથી ફાયરિંગ શરૂ કરી હતી, જે સવારના પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. પાકિસ્તાની સૈનિકોએ બીએસએફની કરોલ કૃષ્ણ, મણિયારી, સતપાલ પોસ્ટ અને તેની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
સાહીન-