- કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ
- સોપોરમાં આતંકવાદીઓનું લોકો પર ફાયરિંગ
પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરતા શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા આનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ લોકો પર ફાયરિંગ કર્યું છે. ડાંગરપોરામાં કરવામાં આવેલા ફાયરિંગમાં એક બાળકી સહીત ચાર લોકો ઘાયલ થઈ ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર છે. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને તેણે તપાસ શરૂ કરી છે.
તો એનએસએ અજીત ડોભાલે સોપોરમાં ઘાયલ બાળકીને નવી દિલ્હી લાવવા માટે આદેશ આપ્યો છે.