પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો નીલમ-ઝેલમ જળવિદ્યુત પરિયોજનામાં નદીઓ પર બંધોના નિર્માણનો વિરોધ કરી રહ્યા છે. આના પહેલા પણ બંધોના નિર્માણને લઈને ઘણીવાર વિરોધ પ્રદર્શન થઈ ચુક્યા છે.
તાજેતરમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ પીઓકેમાં જબરદસ્ત પ્રદર્શન થયું હતું. મુઝફ્ફરાબાદમાં સરકારી કર્મચારી પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ નાણાંકીય નીતિઓ વિરુદ્ધ સડકો પર ઉતર્યા હતા. આ દેખાવકારોએ પાકિસ્તાનના અન્ય સરકારી કર્મચારીઓની જેમ સામાન્ય પ્રોત્સાહન અને ભથ્થાની માગણી કરી હતી.
સડકો પર ઉતરેલા હજારો કર્મચારીઓ પોતાની સેલરીની માગણી કરતા નજરે પડયા હતા. કર્મચારી સતત પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમની માગણી હતી કે સરકાર આ નાણાંકીય સંકટનો ઝડપથી કોઈ ઉકેલ કાઢે.