- પાકિસ્તાન ઘરેલું યુદ્ધમાં સપડાયું
- સિંઘ પોલીસ અને સેનાની લડાઈમાં 10 લોકોના મોત
- વિરોધ પક્ષએ મચાવ્યો છે હોબાળો
- ઈમરાન ખાન પર કાયરતાના નારા લાગ્યા
હાલ પાકરિસ્તાનમાં જાણે ઘરેલું યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે,વિપક્ષદળો, પોલીસ અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વાતાવરણ ગરમાયું છે,સિંઘ પોલીસ અને પાકિસ્તાન સેના સામસામે જોવા મળી છે,આ બન્ને લોકો વચ્ચે ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે આ અથડામણમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સમગ્ર મીડિયામાં ચાલી રહેલા ન્યૂઝની જો વાત કરીએ તો, સેના-પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અત્યાર સુધી 10 જેટલા લોકોએ પોતાના જીવની આહુતિ આપી છે,જેમાં પાંચ સૈન્કો પણ મોતને ભેટ્યા છે, જો કે આ સમગ્ર માહિતી પાકિસ્તાન દ્વારા સંતાડવામાં આવી રહી છે,આ સમગ્ર બાબતમાં સેના તરફથી એક પોલીસ અધ્યક્ષની અટકાયત પણ કરવામાં આવી છે,
ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનમાં 11 વિપક્ષીદળોના ગઠબંઘન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટએ વિતેલી 16 તારીખે એક રેલી યોજી હતી, ત્યાર બાદ ગુજરાંવાલામાં જનસભાનું આયોજન પણ થયું હતું, ત્યારે આ રેલીમાં મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાનના પીએમ ઈમનરાન ખાનને કાયર કહ્યા હતા અને ઈમરાન ખાન પર આરોપ લગાવ્યા હતા, ઈમરાન ખાન પર વિરોધ પક્ષ બરાબર પોતાનો રોષ કાઢતો જોવા મળે છે.
આ રેલી બાદ, સિંધ પોલીસે સોમવારે કરાચીની એક હોટલમાંથી મરિયમ નવાઝ શરીફના પતિ અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના જમાઈ સફદર અવાનની ધરપકડ કરી હતી. જો કે ત્યાર બાદ જામીન પર મુક્ત કરાયા હતા.
સાહીન-