ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ છે કે પાકિસ્તાન આપણા વાયુક્ષેત્રમાં ક્યારેય આવ્યું નથી. બાલાકોટ એરસ્ટ્રાઈકથી અમારો ઉદેશ્ય આતંકી શિબિરો પર હુમલો કરવાનો હતો અને તેમનો ઉદેશ્ય આપણા સૈન્ય કેમ્પોને નિશાન બનાવવાનો હતો. આપણે આપણો સૈન્ય ઉદેશ્ય પ્રાપ્ત કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાએ આપણા ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પાર કરી નથી.
એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યુ છે કે બાલાકોટ હુમલાને લઈને હું જણાવવા માંગુ છું કે પાકિસ્તાન ક્યારેય પણ આપણા વાયુક્ષેત્રમાં આવ્યું નથી. અમારો ઉદેશ્ય આતંકી શિબિરોને નિશાન બનાવવાનો હતો અને તેમનું લક્ષ્ય આપણા સૈન્ય ઠેકાણા હતા. અમે અમારું સૈન્ય લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યા હતા. પરંતુ પાકિસ્તાન ક્યારેય પણ નિયંત્રણ રેખા પાર કરી શક્યું નથી.
પાકિસ્તાની એર સ્પેસ બંધ હોવા સંદર્ભે ભારતીય વાયુસેના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ છે કે તેમણે (પાકિસ્તાને) પોતાનું વાયુક્ષેત્ર બંધ કર્યું છે, જે તેમની સમસ્યા છે. આપણી અર્થવ્યવસ્તા ઘણી મોટી છે અને હવાઈ પરિવહન આનો ઘણો મહત્વપૂર્ણ હિસ્સો છે. આપણા નાગરિક હવાઈ પરિવહનને ક્યારેય રોક્યું નથી.
તેમણે કહ્યુ છે કે અમે માત્ર 27 ફેબ્રુઆરી-2019ના રોજ આપણા શ્રીનગર હવાઈ ક્ષેત્રને બેથી ત્રણ કલાક માટે બંધ કર્યું હતું. જ્યારે બાકીના ક્ષેત્રને લઈને પાકિસ્તાન સાથે કોઈ તણાવની વાત ન હતી, કારણ કે આપણી અર્થવ્યવસ્થા તેમનાથી મોટી છે. કારગીલ વોર પર ધનોઆએ કહ્યુ છે કે અમારા હુમલાનો ઉદેશ્ય આપણો સંકલ્પ અને ક્ષમતા દર્શાવવાનો હતો.