Site icon Revoi.in

ભારતને પરમાણુ હુમલાની ધમકી વચ્ચે ઈમરાનના “ઘર”માં લાગી છે આગ, બલૂચિસ્તાન-સિંધ માંગે છે આઝાદી

Social Share

નવી દિલ્હી :  જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને કહ્યુ કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતઅ ને પાકિસ્તાન સાથે મળીને તેને ઉકેલશે. કોઈપણ દેશને આમા કષ્ટ આપવાની જરૂર નથી. આ નિવેદન બાદ ખિજાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. કાશ્મીર મુદ્દા પર દખલગીરી કરી રેહલા પાકિસ્તાનના ઘરમાં જ આગ લાગી છે.

સિંધના લોકો પાકિસ્તાનથી આઝાદી માટે પ્રદર્શન કરી રહ્યા છે, તો બલૂચિસ્તાનમાં ચાલી રહેલા પાકિસ્તાની સેનાના અત્યાચાર વિરુદ્ધ આજે ફ્રેંકફર્ટમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસની બહાર બલૂચો દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે.

જર્મનીમાં બલૂચ રિપબ્લિકન પાર્ટીએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું અને આજે ફ્રેંકફર્ટમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની બહાર આઝાદીના સૂત્રોચ્ચાર પોકાર્યા છે.

ફ્રેંકફર્ટમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસની બહાર પોતાના દેખાવો દરમિયાન બલૂચ રિપબ્લિકન પાર્ટીના એક્ટિવિસ્ટોએ બલૂચિસ્તાનમાં સૈન્ય ઓપરેશન બંધ કરોના સૂત્રો પોકાર્યા હતા.

બલૂચિસ્તાને 72 વર્ષ પહેલા થયેલા પાકિસ્તાનમાં વિલયને ક્યારેય સ્વીકાર્યો નથી. પાકિસ્તાની કુલ જમીનનો 40 ટકા હિસ્સો બલૂચિસ્તાન ધરાવે છે. પાકિસ્તાન અને બલૂચિસ્તાન વચ્ચે સંઘર્ષ 195સ 1958, 1962-63, 1973-77માં થયો હતો. 1977માં પાકિસ્તાન દ્વારા ચલાવાયેલા દમનચક્રના લગભગ બે દશક સુધી શાંતિ રહી હતી. 1999માં પરવેઝ મુશર્રફના સત્તામાં આવતા જ તેમણે બલૂચોની જમીન પર આર્મી બેઝ ઉભા કરી દીધા. તેના પછી બલૂચિસ્તાનમાં ઘણાં આઝાદીની માગણી કરતા ઈસ્લામાબાદ દ્વારા ભાગલાવાદી ગણાવાતા આંદોલનો શરૂ થયા હતા.

બલૂચિસ્તાનમાં સતત આઝાદીની માગણી સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. 2001માં અહીં 50 હજાર લોકોની હત્યા પાકિસ્તાની સેનાએ કરી દીધી હતી. બાદમાં 2006માં 20 હજાર સામાજીક કાર્યકર્તાઓના અપહરણ કરવામાં આવ્યા અને તેમનો હજી સુધી કોઈ અત્તોપત્તો નથી. 2015માં 157 લોકોના અંગભંગ કરી દેવામાં આવ્યા હતા. 17 વર્ષથી ચાલી રહેલા દમનની આ યાદીનો ખુલાસો એક અમેરિકન સંસ્થા ગિલગિટ-બલૂચિસ્તાન નેશનલ કોંગ્રેસે કર્યો છે.

તો કાશ્મીરમાં અત્યાચારનો રાગ આલાપનારા પાકિસ્તાનના જૂઠ્ઠાણાની પોલ તેના અહીંના એક રાજકીય પક્ષે ખોલી છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ એટલે કે એમક્યૂએમની કેન્દ્રીય સમન્વય સમિતિનું કહેવું છ કે પાકિસ્તાન ખુદ કરાચી અને સિંધ પ્રાંતના અન્ય શહેરોમાં અત્યાચાર કરી રહ્યું છે. અહીંની સ્થિતિ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને તેના દાવાઓની સરખામણીએ ઘણી વધારે ભયજનક છે.

કેન્દ્રીય સમન્વય સમિતિના ઉપ સમન્વયક કાસિમ રઝા અને સમિતિના સદસ્ય મુસ્તફા અઝીઝબાદી, મંજૂર અહમદ અને અરશદ હુસૈને કહ્યુ છે કે પાકિસ્તાનની સંસ્થાઓ દેશમાં બલૂચો, મુહાજિરો, પશ્તૂનો, સિંધી અને અન્ય કચડાયેલા લોકોનું ઉત્પીડન કરી રહી છે. આવા અત્યાચારને મોટા પ્રમાણમાં અંજામ અપાઈ રહ્યો છે. રઝાનું કહેવું છે કે પાકિસ્તાનની દુષ્ટ સેનાએ અપરાધીઓની વિરુદ્ધ કાર્યવાહીના નામ પર હજારો નિર્દોષ મુહાજિરોને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે અને સેંકડોના તેમના ઘરોમાંથી અપહરણ કરવામાં આવ્યા છે અને હાલ તેમની કોઈ ભાળ પણ મળી શકી નથી. પાકિસ્તાનની કોઈપણ સરકારી સંસ્થા મુહાજિરો અને અન્ય લોકોનો અવાજ સાંભળવા માટે તૈયાર નથી.

મુસ્તફાનું કહેવું છે કે એમક્યૂએમ જમ્મુ-કાશ્મીરની સ્થિતિથી ચિંતિત છે, પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાની સેના કરાચી અને અન્ય શહેરોમાં અત્યાચાર કરી રહી છે. તેવામાં આખરે તે ક્યાં મોંઢે કાશ્મીરમાં અત્યાચાર માટે ભારત પર આરોપ લગાવી શકે છે? અરશદનું કહેવું છે કે ખુદને બહાદૂર કહેવડાવતી પાકિસ્તાની સેના કાશ્મીરના મુદ્દે હોબાળો મચાવી રહી છે, પરંતુ ખુદ પાકિસ્તાનમાં મુહાજિરો, બલૂચ, પશ્તૂન અને અન્ય દબાયેલા કચડાયેલા લોકોની સતામણી કરી રહી છે.