- ભારતના રાષ્ટ્રપતિ માટે પાકિસ્તાને એરસ્પેસ કર્યો બંધ
- સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે
નવી દિલ્હી : પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક હિમાકત કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ. એમ. કુરૈશીએ કહ્યુ છે કે પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી મનાઈ કરી છે. આના પહેલા પણ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઈ માર્ગ બંધ કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ દેશોની યાત્રા પર જશે. રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ખાસ કરીને પુલવામા હુમલા સહીત આ વર્ષની આતંકવાદી ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં ભારતની રાષ્ટ્રીય ચિંતાઓ પર આ દેશોના ટોચના નેતૃત્વની જાણકારી આપશે.