Site icon Revoi.in

ભવિષ્યમાં પાકિસ્તાની બાળકો કાશ્મીર વિશે ખાસ નહીં જાણી શકે, કેમ? તો વાંચો તેનું કારણ અહિંયા..

Social Share

અમદાવાદ: પાકિસ્તાન આમ તો ભારત સાથે કાશ્મીરને લઈને અનેક વાર વિવાદ અને ઝઘડા કરતું રહે છે પણ પાકિસ્તાન દ્વારા હવે એવું પગલું લેવામાં આવ્યું છે જેનાથી પાકિસ્તાનની આવનારી પેઢી કદાચ કાશ્મીર વિશે ખાસ જાણી શક્શે નહીં.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અભ્યાસક્રમ બોર્ડ ઈશનિંદા અને પાકિસ્તાન વિરોધી સામગ્રી માટે ખાનગી સ્કૂલોમાં ભણાવતાં 100થી વધુ પુસ્તકો પર પ્રતિબંધ લગાવ્યો છે અને મહત્વનું છે તે આ પ્રતિબંધિત પુસ્તકોમાં છપાયેલા નક્શામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ને ભારતના ભાગમાં બતાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાનને ભારતથી ઓછું આંકવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના કરીક્યુલન અને ટેક્સટબુક બોર્ડના એમડી રાજ મંજૂર હુસેનએ આ નિર્ણય લીધો અને કદાચ હવે આવા વિચિત્ર નિર્ણયથી કદાચ પાકિસ્તાનની આવનારી પેઢી દેશની સચ્ચાઈ અને સાચી માહિતી વિશે જાણી શકેશે નહીં. આ બાબતે ડિંગાઈ મારતા રાજ મંજૂર હુસેનએ કહ્યું કે સંપૂર્ણ પ્રાંતમાં ખાનગી સ્કૂલોમાં ભણાવાતાં 10 હજાર પુસ્તકોની સમીક્ષા કરી છે. પ્રથમ તબક્કે પીસીટીબીએ ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ સહિત 31 પ્રકાશકોનાં 100 પુસ્તકો પર પ્રતિબંધ મુક્યો છે.

જો કે હદ તો ત્યારે થઈ ગઈ કે રાજ મંજૂરએ સાચી માહિતી છાપનારા પ્રકાશકો વિરુદ્ધ FIR નોંધવવાની પણ વાત કરી છે અને આવાં પુસ્તકોની ઓળખ માટે પીસીટીબીએ 30 સમિતિઓની રચના કરી છે.

_VINAYAK