Site icon Revoi.in

પાકિસ્તાને પોતાના સિનેમાં ઘરોમાં ભારતીય ફિલ્મો પર રોક લગાવી

Social Share

હાલ ભારત સરકારના 370 કલમ કાશમીરમાંથી હટાવવાના મામલે પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે, લાગે છે કે ભારત સરકારના સમાન અધિકાર વાળા આ નિર્ણયને લઈને પાકિસ્તાન હવે ખરેખર બોખલાય જ ગયુ છે, તે ભારત ને જાણે એમ બતાવવા માંગે છે કે તમારા સાથેના સંબંધો તોડતા તમને નુકશાન થશે પણ ભારત સરકારને પાકિસ્તાનના આવા સામાન્ય દાવપેચથી કોઈ પણ જાતનો ફર્ક પડતો નથી, પછી ભલેને પાકિસ્તાન ટ્રેન અટકાવે, વ્યાપાર બંઘ કરે કે રાજકીય સંબંધોનો અંત લાવે , છેવટે તેમની આ માનસીકતા જ બતાવી દે છે કે પાકિસ્તાન કેટલા અંશે બોખલાય ગયું છે,પાકિસ્તાન આવી નાની નાની હરકતોથી ભારતને ડરાવવાના બદલે એમ લાગે છે કે પોતે પોતાને આશ્વાસન આપી રહ્યું છે.

370 હટાવ્યા બાદ પાકિસ્તાન ડગલેને પગલે જોણે ભારત સાથે બદલો લેવા માંગે છે તેના અનુસંધાનમાં પાકિસ્તાને હવે ભારતની ફિલ્મો પર રોક લગાવી છે, પાકિસ્તાનના સિનેમા ઘરોમાં હવે ભારતીય ફિલ્મ દેખાડવામાં નહી આવે.ત્યારે પાકિસ્તાન ના લોકો ભારતીય બૉલિવૂડ ફિલ્મના મોટા ફેન્સ છે.

એએનઆઈના જણાવ્યા મુજબ પાકિસ્તાનના પ્રધાનમંત્રીની સુચના અને અધિકાર મંત્રાલયની ખાસ આસિસ્ટન ડોક્ટર ફિરદોસ આશિક એવાને  સુચના પસાર કરી છે, એએનઆઈએ આ સુચના જીઓ ઈગ્લિંશની મદદથી આ આદેશ આપ્યા છે, ત્યારે પાકિસ્તાનનો આ નિર્ણય કેટલા દિવસ સુધી યથાવત રહેશે અને તેનાથી ઈન્ડિયા ફિલ્મ ઈંડસ્ટ્રી પર શું અસર થશે તે તો ભવિષ્યની વાત છે પમ આ વાત સાચી છે કે પાકિસ્તાન હવે ભારતીય ફિલ્મોથી વંચિત રહેશે.