Site icon hindi.revoi.in

દેશના હૃદયરોગના પ્રથમ મહિલા નિષ્ણાંત ડો,પદ્માવતીનું કોરોના સંક્રમણના કારણે 103 વર્ષની વયે નિધન-

Social Share

ભારત દેશની પ્રથમ મહિલા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એસઆઈ પદ્માવતીનું 103 વર્ષની વયે કોરોના સંક્રમણના કારણે શનિવારના રોજ નિધન થયું છે,તેઓને નેશનલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 11 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તેમની સારવાર ચાલી રહી હતી, આ હોસ્પિટલના સીઈઓ અને ડોક્ટર એવા ઓપી યાદવએ જણાવ્યું હતું કે, ડો, પદ્માવતીને બન્ને ફેંફ્સામાં કોરોનાનું ગંભીર સંક્રમણ ફેલાય ગયુ હતું જેના લીધે તેમનું અવસાન થયું છે.

ડો,પદ્માવતીના અંતિમ સંસ્કાર પશ્ચિમ દિલ્હીના પંજાબી બાગ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, મહાન કાર્ડિયોલોજિસ્ટ પદ્માવતીએ તેમના અંતિમ દિવસો સુધી કાર્યરત રહીને સ્વસ્થ જીવન જીવી ગયા છે. વર્ષ 2015 સુધી તેઓ દિવસના 12 કલાક અને અઢવાડીમાં 5 દિવસો સુધી એન.એચ.આઇ.મા કાર્યરત રહેતા હતા,તેમણે એનએચઆઈની સ્થાપના વર્ષ 1981મા કરી હતી તેમના આ ક્ષેત્રમાં મહત્વના યોગદાનને કારણે તેમને ગોર્ડ મધર ઓફ કાર્ડિયોલોજીનું બિરુદ મળ્યું હતું

વર્ષ 1954 માં તેમણે લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજમાં ઉત્તર ભારતની પ્રથમ કાર્ડિયાક કેથેટેરાઇઝેશન પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. વર્ષ 196મા તેમણે મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડિરેક્ટર-પ્રિન્સિપાલનો પદભાર સંભાળ્યો અને ઇરવીન તથા જી બી પંત હોસ્પિટલ સાથે પણ જોડાયા હતા.

ડો પદ્માવકતીએ અહીંથી જ કાર્ડિયોલોજીમાં પ્રથમ ડીએમ કોર્સ, પ્રથમ કોરોનરી કેર યુનિટ અને ભારતમાં પ્રથમ કોરોનરી કેર વાનની શરુઆત કરી હતી, શરૂ કરી હતી. વર્ષ 1962 માં ઓલ ઇન્ડિયા હાર્ટ ફાઉન્ડેશન અને 1981 માં નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. ભારત સરકાર દ્વારા તેમને 1967 માં પદ્મ ભૂષણ અને 1992 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

સાહીન-

Exit mobile version