- વાયોલિન વાદક ટીએન કૃષ્ણનું 92 વર્ષની વયે નિધન
- પદ્મ પુરસ્કાર સમ્માનિત હતા ટીએમ કૃષ્ણન
દેશના જાણીતા વાયોલિનવાદક અને પદ્મ પુરસ્કાર વિજેતા ટી.એન. કૃષ્ણનનું 2જી નવેમ્બર સોમવારની સાંજે તામિલનાડૂના ચેન્નાઈમાં 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના દેહત્યાગથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફળી વળ્યું છે, જો કે આખો દેશ તેમના રાગોની પ્રાચીન સુંદરતાનું પ્રતિનિધિત્વ કરતું રહેશે.તેમના વાદનના શુર આજે પણ લોકોના માનસપટમાં હયાત છે અને વનારા દિવનસોમાં પણ હયાત રહેશે
ખુબ જ નાની ઉમરમાં ટી.એન. કૃષ્ણનજીએ સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને ખૂબજ નામના મેળવી હતી. તેમના શોખએ તેમના જીવનના અંતિમ દિવસો સુધી સંગીતના રાગ કરવાનું ચાલુ રાખ્યું અને વિતેલી સાંજે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
ટી.એન.કૃષ્ણનને કોઈ પણ જાતની બિમારી નહોતી પરંતુ વિતેલી સાંજે અચાનક તેમને બેચેની થયા બાદ તેમણે દેહત્યાગદ કર્યો હતો.આ બાબતની માહિતી ચેન્નઈના સંગીત પ્રેમી અને કોન્સર્ટના આયોજક રમનાથન અય્યરે આપી હતી. રમનાથન ટી.એન.કૃષ્ણનએ નાનપણથી સંગીત શીખ્યું હતું તેમને આ શોખ વારસામાં મળ્યો હતું.
ટી.એન.કૃષ્ણનએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી મેળવ્યો હતો. ટી.એન.કૃષ્ણનનો જન્મ 6 ઓક્ટોબર 1928માં કેરળમાં થયો હતો. ટી.એન.કૃષ્ણનના પિતાનું નામ એ. નારાયણ અય્યર અને માતાનું નામ અમ્મિની અમ્મલ હતું.
સાહીન-