Site icon Revoi.in

ઈડીની સામે સરન્ડર કરવાની ચિદમ્બરમની અરજી પર શુક્રવારે નિર્ણય

Social Share

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ છે ચિદમ્બરમ

સીબીઆઈની ધરપકડ બાદ 23 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન છે

આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ઈડીની સમક્ષ સરન્ડર કરવા માટે રાઉજ એવન્યૂ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પર આજે સુનાવણી થઈ છે. કોર્ટે આ મામલામાં ઈડીને નોટિસ જાહેર કરી છે અને અદાલત શુક્રવારે હવે આ મામલામાં નિર્ણય ફરમવાશે.

સીબીઆઈની ધરપકડ બાદ ચિદમ્બરમ હવે 23 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. ઈડીની ધરપકડથી બચવા માટે ચિદમ્બરમની અરજી પર સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કહ્યુ છે કે આ બધું ચિદમ્બરમને બેઈજ્જત અને પ્રતાડિત કરવા માટે કરાઈ રહ્યું છે.

બીજી તરફ ઈડી તરફથી સોલિસિટર જનરલે કહ્યુ છે કે આ મામલામાં 6 આરોપીઓને સમન કરવામાં આવ્યા છે અને મામલાની તપાસ ચાલુ છે. સોલિસિટર જનરલ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ઈડીએ આ મામલામાં કસ્ટડી માંગી નથી.

ઈડીએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં 6 આરોપીઓને સમન કરવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ કરવા માટે આ તમામની પૂછપરછ જરૂરી છે. હાલ ઈડી પોતાની બેકગ્રાઉન્ડ તપાસ પૂર્ણ કરી રહી છે, તેના પછી જ ચિદમ્બરમની કસ્ટડી અને તેમની પૂછપરછ પર કોઈ પ્રભાવી નિર્ણય લેવામાં આવશે. ઈડી યોગ્ય સમય પર કોર્ટમાં ચિદમ્બરમની ધરપકડની ગુહાર લગાવી શકે છે.

આના પર ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલે કહ્યુ છે કે સોલિસિટર જનરલે એ સ્વીકાર્યું છે કે ઈડી તેમના ક્લાઈન્ટનની ધરપકડ કરવા ચાહે છે. તેનો જવાબ આપતા સોલિસિટર જનરલે કહ્યુ છે કે જો આરોપી ફરાર થાય છે, તો અમારી પાસે કોઈ વિકલ્પ બચશે નહીં. તેમણે કહ્યુ છે કે આ કેસમાં ટૂંક સમયમાં ઈડી ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા છે. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ શુક્રવારે બપોરે બે વાગ્યે આના સંદર્ભે નિર્ણય આપવાની વાત કહી છે.