Site icon Revoi.in

Howdy Modi પર પી.ચિંદમ્બરમે સાધ્યુ નિશાનઃકહ્યું,’ભારતમાં બેરોજગારીને છોડીને બધુ જ સારુ છે’

Social Share

આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે તિહાડ જેલામાંથી જ હાઉડી મોદીના બહાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સીધુ  નિશાન સાધ્યુ હતુ. કાંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહએ સોમવારના રોજ ચિદમ્બરમની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ ચિદમ્બરમે કહ્યુ કે, ભારત દેશમાં બેરોજગારીને બાદ કરતા બધુ જ સારુ છે,આમ તેમણે સીધુ નિશાન મોદી પર સાધ્યુ હતું

પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું હતું, અને કહ્યું કે “નોકરીઓ પર સંકટ, મોબ લિંચિંગ, કાશ્મીરમાં તાળાબંધી, વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલવા અને ઓછા વેતનને છોડીને ભારતમાં બધુ જ સારું છે”.

પી ચિદમ્બરમે ટ્વિટરના માધ્યમથી મોદીના હાઉડી મોદી પર કટાક્ષ કર્યો હતો, અત્રે લ્લેખનીય છે કે,પ્રધાન મંત્રી મોદીએ રવિવારના રોજ 50 હજાર અમેરીકન ભારતીયોને સંબોઘન કરતા હાઉડી મોદીના જવાબમાં કહ્યું હતુ કે,’ભારતમાં બધુ જ સારુ છે’.

વડા પ્રધાન મોદીએ હાઉડી મોદીનો અર્થ અનેક ભારતીય ભાષાઓમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો,ભારતમાં ભાષાઓની વિવિધતાની વાત પર જોર આપતા અને હાઉડી માદીનો અર્થ સમજાવતા મોદીએ કહ્યું કે,સબ ચંગે સી, મજામા છે,એલમ સૌકિયામ,સબ ખૂબ ભાલો,સબૂ ભાલ્લાછી.

ઉલ્લેખનીય છે કે,હ્યૂસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રેપની ઉપસ્થિતિમાં અમેરીકાના નાગરીકોને સંબોધિત કરતા વખતે મોદીએ કહ્યું કે,”મારા અમેરીકન મિત્રો ના આશ્ચર્યચક્તિ છે કે,મે શું કહ્યું, પ્રેસિડેંટ ટ્રંપ અને મારા અમેરીકી મિત્રો મેં ભારતની ભાષાઓમાં માત્ર એટલું જ કહ્યું છે કે,બધુ જ સારુ છે” .ત્યારે સોમવારના રોજ આજ વાતને લઈને પી ચિદમ્બરમે ટ્વિટર પર ટ્વિટ કરીને મોદીના આ વાક્ય પર નિશાન સાધ્યુ હતું કે, બેરોજગારીને છોડીમાં ભારતમાં બધુ જ બરાબર છે.