Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ અહમદ મીરની ઘરપકડને પી.ચિદમ્બરમે ગેરકાનૂની ગણાવી

Social Share

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ ગુલામ અહેમદ મીરની અટકાયત કરવામાં આવી છે જે  સંપૂર્ણપણે ગેરકાનુની છે. તેમણે આશા પણ વ્યક્ત કરી છે કે અદાલત નાગરિકની સ્વતંત્રતાની ખાતરી કરશે.

પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ગુલામ અહેમદ મીર શુક્રવારથી નજરકેદમાં છે. તેમને કસ્ટડીમાં લેવાનો કોઈ લેખિતમાં આદેશ નહોતો આપ્યો આ ગેરકાયદેસર રીત છે, સરકારને નાગરિકોને તેમની સ્વતંત્રતાથી વંચિત રાખવાનો કોઈ પણ પ્રકારનો અધિકાર નથી, જે બંધારણની કલમ 21 કહે છે, હું આશા રાખું છું કે અદાલતો નાગરિકોની સ્વતંત્રતાની ખાતરી કરશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર એકમમાં શુક્રવારે પત્રકાર પરિષદ યોજતા અટકાવવામાં આવ્યા હતા,પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને ભૂતપૂર્વ એમએલસીના શર્માને જમ્મુના પાર્ટી હેડક્વાર્ટર ખાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે સાવચેતીના પગલા ભરતા શર્માની અટકાયત કરવામાં આવી છે. ત્યારે  કોંગ્રેસનો દાવો છે કે તેના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરને પાર્ટી ઓફિસમાં જતાં હતાં ત્યારે તેમની પણ ઘરપકડ કરવામાં આવી હતી

જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર રામ માધવે કહ્યું કે“વિધાનસભાની બેઠકોપર ફરીથી કરવું પડશે સિમાંકન  ” ઉલ્લેખનીય છે કે કેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જમ્મુ-કાશ્મીરમાં પોતાના બે નેતાઓની ધરપકડીની નિંદા કરતા શુક્રવારના રોજ સરકાર પર નિશાન સાધ્યું હતુ, અને સવાલ કર્યો હતો કે ,છેવટે આ  પાગલપન ક્યારે પુરુ થશે,તેમણે ટ્વિટ કરીને પણ કહ્યું હતુ કે“હું જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ગુલામ મીર અને પ્રવક્તા રવિન્દ્ર શર્માની ઘરપકડની અવગણના કર છું,રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટીના વિરોધમાં કરવામાં આવેલી કારણ વગરની કાર્યવાહીથી સરકાર લોલતંત્રને વધુ નીચે લઈ ગઈ છે, આ પાગલપન ક્યારે પુરુ થશે”

ત્યારે જમ્મુ-કાશ્મીરના 2400 વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે, લ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારના રોજ એકમનું સંમેલન કરવાથી પોલીસ દ્રારા અટકાવવામાં આવ્યા હતા,એટલું જ નહી સાથે સાથે એકમના મુખ્ય પ્રવક્તા અને પૂર્વ એમએલસી રવિન્દ્ર શર્માને જમ્મુ સ્થિત પાર્ટીના મુખ્ય કાર્યાલયમાંથી ઘરપકડ કરવામાં આવી હતી, ત્યારે આ મામલે પોલીસનું કહેવું છે કે શર્માને  સાવચેતીના ભાગરુપે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે તેના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરને પાર્ટીની ઓફિસમાં જતાં હતા ત્યારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

ત્યારે  આ વાતને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ આરોપ લગાવ્યા છે કે સરકારનું આ પગલું લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે અને સરકારનું આ વલણ બતાવે છે કે રાજ્યની સ્થિતિ સામાન્ય છે. આઝાદે એમ પણ કહ્યું હતું કે શર્માની સાથે પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત તમામ મુખ્ય ધારાના નેતાઓને મુક્ત કરવા જોઈએ.

Exit mobile version