Site icon hindi.revoi.in

ઓક્સફોર્ડની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોંચશે – કોરોના સંકટમાં સૌ કોઈની નજર આ વેક્સિન પર

Social Share

હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કોરોનામાંથી બહાર આવવા તમામ લોકોની નજર કોરોના માટે બનનારી વેક્સિન પર જ છે, દેશમાં કોરોનાની સ્થિતિને જોતા મંગળવારના રોજ સંવાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે,જેમાં કોરોનાની વેેક્સિનને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,આપણા દેશમાં હાલ 3 કોરોનાની વેક્સિન પર કાર્ય ચાલી રહ્યું છે જેમાંથી એક વેસ્કિન બે દિવસમાં જ પરિક્ષણના ત્રીજા તબક્કે પહોંચી જશે, જો કે ત્યાર બાદ આ વેક્સિન ક્યારે બનીને તૈયાર થશે તે વિશે કોઈ જ ચોક્કસ માહિતી નથી.હાલ તો બસ કોરોના માટે વેક્સિન બને અને જલ્દીથી માર્કેટમાં આવે તેની રાહ જોવાઈ રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલ ઓક્સફોર્ડની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં પહોચનાર છે,આ માટે હવે માત્ર એક થી બે દિવસનો સમય લાગશે અર્થાત આજ અઠવાડીયામાં આ વેક્સિનની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરુ થશે.કોરોના વેક્સિનને લઈને નિતિ આયોગના સભ્ય ડો વી.કે પોલએ કહ્યું કે, “દેશમાં કોરોનાની ત્રણ વેક્સિન પર કામ શરુ છે,આ ત્રણેય વેક્સિન જુદા જુદા સ્ટેજ પર છે, જેમાં એક વેક્સિન ત્રીજા તબક્કે પહોંચવાની તૈયારીમાં જ છે, અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છે, વેક્સિનને સપ્લાય કરવાની ચેન પણ શરુ થશે”

ડો વી.કે પોલએ વધુમાં કહ્યું કે, “પીએમ મોદી4એ સ્વતંત્રતા દિવસે દેશને વિશઅવાસ અપાવ્યો હતો,કહ્યું હતું કે,ભારતમાંમ ત્રણ રસી વિકસાવવામાં આવી રહી છે જે જુદા જુગદા ચરણોમાં કામ કરી રહી છે,જેમાંથી એક આજ કાલમાં ત્રીજા ચરણમાં પહોંચી જશે જ્યારે બીજી બે વેક્સિન સ્ટેજ 1 અને 2 પર પહોચી ચૂકી છે”

ડો પોલ એ વધુમા જણાવ્યું હતું કે, “ત્રીજા તબક્કાનો સમય લાંબો હોય છે, વેક્સિન કેટલા સમયમાં આવી શકે તે વિશે કહેવું મુશ્કેલ છે, પહેલા અને બીજા તબક્કામાં જેટલા અઠવાડીયા લાગ્યા તેથી પણ વધુ સમય ત્રીજા તબક્કામાં લાગી શકે છે”.

સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યું હતું કે, “દેશમામં કોરોનાના અત્ય।ર સુધી 3 કરોડથી પણ વદુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.જેમાં છેલ્લા 24 કલાકમાં જ 9 લાખ ટેસ્ટ કરાવામાં આવ્યા છે,મૃત્યુ દર 2 ટકાથી પણ ઓછો છે અત્યાર સુધી 19 લાખ કોરોનાના દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે”

સ્વાસ્થ્ય મંત્રાલય રાજેશ ભૂષણના કહેવા પ્રમાણે , “દરરોજ સરેરાશ 55 હજાર કોરોનાનાદર્દીઓ સાજા થઈ રહ્યા છે. પોઝિટિવિટીનો દર દરરોજ 10 ટકાથી ઘટીને હવે 7.72 ટકા થયો છે. સાપ્તાહિક મૃત્યુ દર 1.94 ટકા જોવા મળાી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય મૃત્યુદરને 1 ટકા કરતા પણ ઓછો કરવાનું છે, જુલાઈના પ્રથમ અઠવાડિયામાં દરરોજ 2 લાખ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હતા જે હવે વધીને 8 લાખ થયા છે,હાલ દરરોજ સરેરાશ 8 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે”

સાહીન-

 

Exit mobile version