Site icon Revoi.in

સંકટમાં કર્ણાટક સરકાર! યેદિયુરપ્પાનો દાવો, કોંગ્રેસના 20 MLA સરકારથી નાખુશ

Social Share

બેંગાલુરુ: ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે કોંગ્રેસના 20થી વધારે ધારાસભ્ય રાજ્ય સરકારથી નારાજ છે અને તેઓ કોઈપણ સમયે કોઈપણ નિર્ણય લઈ શકે છે.

દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકની કોંગ્રેસ અને જનતાદળ-સેક્યુલરની ગઠબંધન સરકાર પર 23 મે-2018ના રોજથી એ સમયથી ખતરો ઝળુંબી રહ્યો છે કે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ બંને પાર્ટીઓએ ગઠબંધન કરીને સરકારની રચના કરી હતી.

બી. એસ. યેદિયુરપ્પાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે કોંગ્રેસના 20થી વધારે ધારાસભ્યો કર્ણાટકની હાલની સરકારથી ખુશ નથી. તેઓ કોઈપણ સમયે કોઈપણ નિર્ણય લઈ શકે છે. અમે રાહ જોઈ રહ્યા છીએ, જોઈએ છીએ શું થાય છે?