ચેન્નઈ: તમિલનાડુમાં અજાણ્યા હુમલાખોરોએ ડીએમકેના ભૂતપૂર્વ મેયર, તેમના પતિ સહીત ત્રણ લોકોની ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી છે. આ ઘટના મંગળવારે સાંજે તિરુનલવેલી શહેરમાં થઈ હતી. પોલીસ પ્રમાણે, 61 વર્ષીય ઉમા મહેશ્વરી, તેમના પતિ મુરુગન શંકરન અને 30 વર્ષીય નોકરાણી મારીની લાશો તેમના ઘરની અંદર મળી આવી છે. શરીર પર ચાકૂના વાર અને લાઠીદંડાથી પિટાઈ કરાઈ હોવાના નિશાન મળ્યા છે. ઉમાએ 1996માં ડીએમકેની ટિકિટ પર તિરુનલવેલી નિગમની ચૂંટણી જીતી અને શહેરના પહેલા મહિલા મેયર બન્યા હતા.
રિપોર્ટ્સ પ્રમાણે, હુમલાખોર સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ મકાનમાં ઘૂસ્યા અને યુગલ પર હુમલો કર્યો હતો. મારી તેમને બચાવવા માટે આગળ આવી, પરંતુ હુમલાખોરોએ તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી. ઉમાની પુત્રીએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. તે પોતાના માતાપિતાને મળવા માટે આવી હતી.
પોલીસને મિલ્કતને લઈને
વિવાદમાં હત્યાની આશંકા છે. તેમના ઘરનું સેફ પણ તૂટેલી હાલતમાં મળી આવ્યું છે.
પોલીસ કમિશનર એન. ભાસ્કરને કહ્યુ છે કે હુમલાખોરોએ હત્યા માટે ચાકૂ અને
લાઠી-દંડાનો ઉપયોગ કર્યો હતો. તપાસ માટે સ્પેશયલ ટીમ બનાવવામાં આવી છે. તેની સાથે
જ ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી કેટલાક મહત્વના પુરાવા પણ એકઠા કર્યા છે.