Site icon hindi.revoi.in

ઈટાલિયન પત્રકારની “યુરોબિયા”માં ફેરવતા યુરોપને આપેલી “જેહાદ” સંદર્ભેની ચેતવણી ભારત માટે પણ બંધબેસતી

Social Share

ઓરિયાના ફલાચી મહાન ઈટાલિયન પત્રકાર હતા. તેમના 90મા જન્મદિવસે ઈટાલીના આંતરીક સુરક્ષા પ્રધાને તેમને ખાસ યાદ કર્યા અને તેમને વર્તમાન યુરોપના માતા ગણાવ્યા હતા.

ઓરિયાના ફલાચી 13 વર્ષ પહેલા પોતાની આખરી નવલકથા દુનિયા છોડી ગયા હતા. આ નવલકથાને તેઓ પોતાનું બાળક કહેતા હતા, તેના માટે તેમણે વર્ષોથી કંઈપણ અન્ય લખવાનું બંધ કર્યું હતું.

તેમ છતાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ પોતાના ઘરની બાલ્કનીથી ન્યૂયોર્ક આતંકવાદી હુમલાને પોતાના આંખોથી જોયા બાદ ફલાચીએ મૌન તોડયું. 19 સપ્ટેમ્બર-2001ના રોજ તેમણે ઈટાલિયન અખબાર કોરિયર દેલા સેરામાં ચાર પૃષ્ઠોનો આગજરતો લેખ લખ્યો હતો. આ લેખનું શીર્ષક હતું- લા રાબ્બિયા એ લોર્ગોગ્લિયો એટલે કે આક્રોશ અને અભિમાન.

ફલાચીએ તેને ફરીથી વિસ્તૃત સ્વરૂપે લખીને પુસ્તક ધ રેજ એન્ડ પ્રાઈડ પ્રકાશિત કરી હતી. આ પુસ્તકમાં ઈટાલિયન પત્રકારે આકરા બોધપાઠ સાથે કડક ચેતવણી પણ આપી હતી. જેમાં તેમણે પોતાના દશકાઓ લાંબા આંતરરાષ્ટ્રીય પત્રકારત્વના ખેડાણના પોતાના સીધા અનુભવો, અવલોકનોને શબ્દદેહ આપ્યો હતો.

જેના કારણે તેમની છેલ્લી નવલકથા અધુરી રહી ગઈ. બાદમાં તેમણે આ કડીમાં બીજું મહત્વપૂર્ણ પુસ્તક લખ્યું- ધ ફોર્સ ઓફ રીઝન. આ બંને પુસ્તકોએ ઈસ્લામિક આતંકવાદ પ્રત્યે સુતેલા દિગ્ભ્રમિત યુરોપને જગાડવામાં મોટી ભૂમિકા અદા કરી હતી. ઓરિયાનાના પોતાના શબ્દોમાં, જાગો, લોકો જાગો. તેમણે આપણા વિરુદ્ધ ઘોષિત યુદ્ધ છેડયું છે. આપણે યુદ્ધમાં ઉભા છીએ, અને યુદ્ધમાં આપણે અવશ્ય લડવું જોઈએ.

ઓરિયાનાએ પોતાની પુરી આત્મશક્તિથી લલકાર્યું છે કે – રેસિસ્ટ કહેવડાવાથી તમે એવા ડરેલા છો કે તમે ચલણની વિરુદ્ધ બોલવા ચાહતા નથી, સમજતા નથી અને સમજવા માંગતા નથી કે એક રિવર્સ ક્રૂસેડ ચાલુ છે. દ્રષ્ટિદોષ અને રાજનીતિ-સંગત હોવાની મૂર્ખતાથી તમે એવા આંધળા થઈ ગયા છો કે તમે મહસૂસ કરતા નથી અથવા કરવા ઈચ્છતા નથી કે એક મજહબી યુદ્ધ ચાલી રહ્યું છે. એક યુદ્ધ જેને તેઓ જેહાદ કહે છે. એક યુદ્ધ જે આપણી સભ્યતાને નષ્ટ કરવા માટે છે, આપણા જીવવા અને મરાના ઢંગ, આપણી પ્રાર્થના કરવાની અથવા નહીં કરવાની, ખાવા-પીવા અને કપડા પહેરવા તથા વાંચવા અને જીવનનો આનંદ લેવાની રીતરસમને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે છે. ખોટા પ્રચારોથી તમે એવા સુન્ન થઈ ગયા છો કે તમે દિમાગમાં એ લાવતા નથી અથવા લાવવા માગતા નથી કે જો આપણે આપણો બચાવ નહીં કરીએ, જો આપણે નહીં લડીએ, તો જેહાદ જીતશે. તે જીતશે, ત્યારે નિશ્ચિતપણે, અને આ દુનિયાને નષ્ટ કરી દેશે જે આપણે આવી અથવા તેવી બનાવી શક્યા છીએ.

આ આકરા શબ્દોની પાછળ આ ઈટાલિયન પત્રકારનું અડધી સદીનું સીધું અવલોકન હતું. તેમના પુસ્તકમાં 1971માં પૂર્વ પાકિસ્તાનમાં હિંદુઓના હત્યાકાંડોનું પણ એક સીધું વિવરણ છે.

ઓરિયાનાને આખી દુનિયામાં, દરેક પ્રકારના, દરેક નસ્લના લોકો વચ્ચે રહેવાનો, કામ કરવાનો અનુભવ હતો. મોટી-મોટી રાજનીતિક, સાંસ્કૃતિક હસ્તીઓને જાણવા પરખવાનો પણ અનુભવ હતો. ઓરિયાના બંને પુસ્તકો તુલનાત્મક જ્ઞાન અને વિપુલ અનુભવોને કારણે વધતા ઈસ્લામિક દબાણને ઐતિહાસિકપણે સમજવા માટે અદભૂત છે.

આમા સૈદ્ધાંતિક કરતા વધારે યથાર્થ મૂલ્યાંકન છે, જેને એક બેમિસાલ વૉર કવર કરનાર પત્રકાર-લેખિકાએ કર્યું છે. કિશોરાવસ્થામાં જ માતાપિતા સાથે ફાસિસ્ટ વિરોધી યુદ્ધમાં ભાગ લેવાથી શરૂ કરીને ઓરિયાનાએ આગામી 50 વર્ષ સુધી દુનિયાભરમાં અનેક યુદ્ધોનું સીધું રિપોર્ટિંગ કર્યું હતું.

તેમાં તેમણે 1967માં વિયતનામ યુદ્ધ, 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધ અને પશ્ચિમ એશિયાના અનેક યુદ્ધ પણ સામેલ છે. જીવને જોખમમાં નાખીને ઓરિયાનાએ રિપોર્ટિંગ કર્યું હતું. ઘણીવાર તેમને ગોળીઓ પણ વાગી હતી. એકવાર તો તેમને મૃત સમજીને લાશ-ગાડીમાં ફેંકવામાં આવ્યા હતા. પરંતુ મડદાઘરમાંથી તેઓ ફરીથી જીવતા પાછા ફર્યા હતા.

ઓરિયાના ઘણાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોના ઈન્ટરવ્યૂ પણ લઈ ચુક્યા છે. જેમાં અયાતુલ્લા ખોમૈની, હેનરી કિંસિંગર, દેંગ સિયાઓ પિંગ, યાસિર અરાફાત, ઈન્દિરા ગાંધી, ગદ્દાફી, હિચકોક, વગરેનો સમાવેશ થાય છે. આ ઈન્ટરવ્યૂ કેટલા ધારદાર હતા, તેનો જવાબ નિવૃત્તિ બાદ કિસિંગરની ટીપ્પણીમાંથી તારવી શકાય છે. કિસિંગરે કહ્યુ હતુ કે તેમના જીવનની સૌથી મોટી ભૂલ ઓરિયાનાને આપેલો ઈન્ટરવ્યૂ હતો. આ ઈન્ટરવ્યૂ ઈન્ટરવ્યૂ વિથ હિસ્ટરીમાં સંકલિત છે. તેને વાંચીને જ મહેસૂસ થશે કે મિલાન કુંદેરાએ 20મી સદીમાં ઓરિયાનાને જ પત્રકારત્વનો આદર્શ શા માટે ગણાવ્યા હતા.

આવા અનોખા, સત્યનિષ્ઠ પત્રકાર-લેખિકાએ જીવનના આખરી વર્ષોમાં પોતાના બાળક જેવી ગણાવેલી નવલકથાને લખવાનું છોડીને ઈસ્લામિક ખતરાથી યુરોપને જગાડવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેમના અનુભવ તથા વિશ્લેષણના મૂલ્યથી જ આજે તેમને ફરીથી યાદ કરાઈ રહ્યા છે.

આ પુસ્તકોમાં ગત ત્રણથી ચાર દશકાઓમાં વિશ્વમાં ઈસ્લામિક આક્રમણખોરીમાં વધારો, તેના કારણો, લક્ષ્યો, સાધનો અને તેની સામે યુરોપિયન શક્તિઓના સતત સમર્પણ વગેરે મામલાઓનું પ્રામાણિક વિવરણ છે. તે 1973થી આરબ શાસકો દ્વારા ઓઈલના બ્લેકમેઈલિંગના હથિયાર સ્વરૂપેના પ્રયોગથી શરૂ થયું. તે લોકોએ આરબ, આફ્રિકાથી મુસ્લિમ ઈમિગ્રેશનને સ્વીકાર કરવો, કુખ્યાત આતંકવાદી યરાફાતને સંયુક્ત રાષ્ટ્રમાં નેતા જેવું સ્થાન આપવા જેવી શરત પણ મનાવડાવી.

બાદમાં મુસ્લિમ ઈમિગ્રન્ટ્સને સ્થાનિક યુરોપિયનોથી વધારે અધિકાર આપવા, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પણ બહાર નહીં કાઢવા, તેમને વોટના અને અન્ય રાજકીય અધિકાર આપવા, ઈસ્લામને ખ્રિસ્તીપણાથી શ્રેષ્ઠ કહેવડાવું, ઈતિહાસના પુસ્તકોથી યુરોપમાં મધ્યયુગના બર્બર ઈસ્લામિક પ્રસંગ હટાવવા, યુનિવર્સિટીઓ અને એકેડેમિક સંસ્થાઓમાં ઈસ્લામપરસ્ત લેખન-પ્રચાર ચલાવવો, યુરોપના મુખ્ય ખ્રિસ્તી સ્થાનો, ચર્ચોની નજીક ભવ્ય મસ્જિદો બનાવવાની મંજૂરી આપવી, તેના માટે જમીન અને અનુદાન આપવા, આ તમામમાં યુરોપિયન ડાબેરીઓ દ્વારા અગ્રિમ ભૂમિકા નિભાવવી વગેરે બાબતો સામેલ છે. આ તમામ બાબતોથી ઈસ્લામનો દબદબો વધ્યો હતો. આમાની ઘણી વાતો આરબ-યુરોપ ડાયલોગના સત્તાવાર દસ્તાવેજો તથા યુરોપિયન શહેરોના સ્થાનિક પ્રશાસનના નિર્ણયોમાં લેખિત સ્વરૂપમાં નોંધાયેલી છે.

આખી પ્રક્રિયામાં આશ્ચર્યજનક સ્વરૂપે કેથોલિક ચર્ચની પણ મૌન સંમતિ હતી. ઓરિયાનાએ કેથોલિક ચર્ચના કેન્દ્ર રોમમાં ચર્ચોની દુર્ગતિ અને અપમાનના ઉદાહરણ આપ્યા છે. તેમ છતા પણ ચર્ચ પ્રતિનિધિ ગેરકાયદેસર મુસ્લિમ ઈમિગ્રન્ટ્સનો બચાવ કરવામાં લાગેલા રહ્યા છે.

યુરોપિયન સ્કૂલોમાં એકાદ ટકા ઈમિગ્રન્ટ્સ મુસ્લિમ બાળકો પર કથિત ખરાબ પ્રભાવના પડવાના નામ પર સ્કૂલોની ઈમારતો પરથી ક્રોસ જેવા ખ્રિસ્તી ચિન્હ હટાવવા, યુરોપિયન કાયદાને બાજૂએ રાખીને ઈમિગ્રન્ટ્સ મુસ્લિમો માટે શરિયત ખુલ્લા અથવા છૂપી રીતે લાગુ થવા દેવું, મુસ્લિમ વસ્તીઓ, મસ્જિદોમાં આતંકવાદી ગતિવિધિઓની ખુલ્લી જાણકારી છતાં કાર્યવાહી નહીં કરવી, શંકાસ્પદ આતંકવાદીઓને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન અને દુરુપયોગ કરવાની છૂટ આપવી, વગેરે ઘણી ઘટનાઓ છે કે જેને ત્રણ દશકાઓમાં યુરોપિયન જનતા પર થોપવામાં આવ્યા છે.

ઓરિયાના પ્રમાણે, યુરોપિયન નેતાઓએ પોતાની સભ્યતા-સંસ્કૃતિને અનુક્રમે પહેલા પેટ્રોલ અને પેટ્રોડોલરો માટે, ફરીથી મૂઢતામાં અને આખરે મુસ્લિમ વોટોની લાલચમાં વેચી દીધી. આ પ્રકારે યુરોપને ધીરેધીરે યુરેબિયામાં બદલી નાખ્યું.

મૃત્યુ પહેલા પોતાના આખરી ભાષણમાં ઓરિયાનાએ એક આશાજનક વાત કહી હતી. એની ટેલર એવોર્ડ લેતી વખતે 2005માં તેમણે કહ્યુ હતુ કે ચાહે યુરોપ યુરેબિયામાં બદલાઈ ગયું હોય અને યુરોપિયન લોકો એક મોરચો હારી ચુક્યા હોય. પરંતુ સંપૂર્ણ યુદ્ધ હજી બાકી છે.

તેમણે કહ્યુ હતુ કે હું જાણું છું કે મારા દિવસો ગણતરીના છે. પરંતુ તમે છો અને કંઈક કરી રહ્યા છો અને ત્યારે પણ રહેશો, જ્યારે હું નહીં હોવું. આનાથી મને પોતાના કર્તવ્ય કરતા રહેવામાં મદદ મળશે. હું આખરી શ્વાસ સુધી લડતી રહીશ… અને તેઓ લડતા રહ્યા.

આજે ફરીથી જાગતું યુરોપ ઓરિયાનાને આના માટે યાદ કરી રહ્યું છે. આપણે પણ આમ કરવું જોઈએ ધ રેજ એન્ડ પ્રાઈડ અને ધ ફોર્સ ઓફ રીઝન આપણા માટે પણ એટલા જ બંધબેસતા પુસ્તકો છે. લોકો પર થોપવામાં આવેલા સાંસ્કૃતિક-રાજનીતિક યુદ્ધને જીતવામાં સ્વતંત્ર ચેતના, નિર્ભીકતા અને સત્યનિષ્ઠાનો કોઈ વિકલ્પ નથી. આ જ તે યોદ્ધા લેખિકાનો જીવન સંદેશ હતો.

Exit mobile version