Site icon hindi.revoi.in

ગુજરાતમાં વધશે શિક્ષણનો વ્યાપ – રાજ્યમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ શરુ કરવાના આદેશ

Social Share

આજે વિશઅવ સાક્ષરતા દિવસ, દેશમાં સાક્ષરતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વ્યક્તિમાં સમજ કેળવાય શિક્ષણનું સ્તર વધારવાનો છે, ત્યારે રાજ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, રાજ્ય સરકાર દ્વારા વિતેલા વર્ષ એ રાજ્યોમના જુદા જુદા જીલ્લાઓમાં 118 જેટલી સરકારી માધ્યમિક શરુ કરવા અંગે સુચનો આપ્યા હતા ત્યારે ચાલુ વર્ષ દરમિયાન 67 જેટલી સ્કુલો હવે રાજ્યમાં શરુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે

જો કે હાલ આ નવી બનનારી શાળાઓના મકાનની વ્યવસલ્થા કરવામાં આવી નથી જેના કારણે પ્રાથમિક શાળાઓના રુમમાં જ આ નવા ઘોરણો શરુ કરવામાં આવશે, આ સગ્ર બાબતે શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરીને પરિપત્ર લખ્યો છે અવે આ પર્ત થકી રાજ્યની વિવિધ જિલ્લામાં કુલ 67 સરકારી માધ્યમિક સ્કૂલોને તાત્કાલિક ધોરણે શરૃ કરવા માટે આદેશ જારી કર્યો છે.

જાણો ક્યા જીલ્લામાં કેટલી માધ્યમિક શાળાઓ થશે શરુ

અમદાવાદ જિલ્લામાં-3 ત્રણ શઆળા ઓ શરુ કરવામાં આવેશે જેમાં ધંધુકામાં ગલાસાણા, ધોળકામાં બોળાદ અને ધોલેરામાં કામા તલાવ ખાતે સરકારી માધ્યમિક સ્કૂલને મંજુરી આપવામાં આવી છે

આ સિવાય અરવલ્લીમાં- ૧, બનાસકાંઠામાં- ૬, ભરૃચમાં- ૧, ભાવનગરમાં -૫, બોટદામાં સૌથી વધુ માધ્યમિક શાળાઓ શરુ કરાશે જેમાં 11 શાળાઓ બોટાદમાં જ હશે, તો દ્વારકામાં -૫, ખેડામાં -૫, મહેસાણામા -૩, કચ્છમાં -૭, ગીરસોમનાથમાં -૧, સુરેન્દ્ર નગરમાં -૧ ,રાજકોટમાં ૨, પાટણમાં-૨ ,ગાંધીનગરમાં ૧ અને પંચમહાલમાં-૧ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સાથે જ શિક્ષણની બાબતમાં ખુબ પછાત ગણાતા છોટાઉદેપુરમાં -૨, દાહોદમાં ૨, ડાંગમાં ૨, પાટણમાં ૩, મહિસાગમરમાં -૧, પંચમહાલમાં -૧, બનાસકાંઠામાં ૧ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે, ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવનારી આ 67 શાળાઓમાંથી કુલ અંગેના આદેશ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં આદિજાતી વિસ્તારમાં ૧૨ અને બિન આદિજાતિ વિસ્તારમાં ૫૫ સરકારી માધ્યમિક સ્કૂલો ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૃ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાહીન-

 

Exit mobile version