Site icon hindi.revoi.in

આગ્રા સરકારી હોસ્પિટલનો આદેશઃ મેકઅપ લગાવીને મહિલાઓએ આવવું નહી

Social Share

આગ્રાના ફતેહાબાદ સામુહિક આરોગ્ય કેન્દ્રના આગેવાને એક અજીબોગરીબ સુચના જાહેર કરી છે , તેમણે સ્વાસ્થ્ય કેન્દ્રમાં મહિલા સ્ટાફને મેકએપ કરીને આવવાની ના પાડી છે સાથે સાથે કહ્યું કે દરેક મહિલાએ સલવાર શૂટ ને સાડી પહેરીને જ આવવાનું રહેશે, આ વાતને લઈને સૌ કોઈ આશ્ચર્યમય થયા હતા.

હોસ્પિટલે માત્ર મહિલો માટે જ નહી પરંતુ પુરૂષો માટે પણ એક સુચના બહાર પાડી છે તેઓ એ દરેક પુરુષને પણ જીન્સ અને ટી-શર્ટ પહેરીને આવવા માટે રોક લગાવી છે, સીએચસી આગેવાને બુધવારના રોજ હોસ્પિટલના સ્ટાફ સાથે એક બેઠક કરી હતી, જેમાં પુરુષ અને મહિલાના ડ્રેસકોડની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમણે મહિલા અને પુરુષ માટે ચોક્કસ ડ્રેસ કોડ નકકી કર્યો છે , હવે સ્ટાફના પુરુષ જીન્સ અને ટીશર્ટ પહેરીને હોસ્પિટલમા આવી શકશે નહી તેઓ પણ ફોર્મલ કપડા પહેરવા પડશે.

ત્યારે મહિલાઓ એ પણ ફરજીયાત સાડી અને સલવાર શુટમાંજ આવવું પડશે સાથે સાથે દરેક મહિલાઓ એ એકદમ લાઈટ મેકઅપ કરવાનો રહેશે અર્થાત ફુલ મેકઅપ સાથે હવે કોઈ મહિલા આવી શકશે નહી ,આ તમામ બાબતની વાત જ્યારે મિડિયાને થી ને મિડિયા ત્યા આવીને ત્યાના સ્ટાફને આ બાબત પર સવાલ કર્યા તો હોસ્પિટલના પ્રભારીએ દરેક સ્ટાફને મિડિયા સામે આવતા અટકાવ્યો હતો અને વાતને રફેદફે કરી હતી,

સ્ટાફ એટલી હદ સુધી ડરી રહ્યો હતો કે કેમેરા સામે સૌ કોઈએ ચુપ્પી સાધી હતી કોઈ પણ તે બાબતે કઈજ બોલવા માંગતુ ન હતુ જ્યારે તે હોસ્પિટલના સીએસસી આગેવાન સાથે વાત કરવામાં આવી તો તેઓ એ મિડિયા સામે આખી વાતને ફેરવી કાઢી હતી અને કહ્યુ હતે કે ભુલમાં તેમણે આ પ્રકારની સુચના કરી હતી ત્યાર બાદ આગેવાન ડૉ મનીષ ગુપ્તાએ કહ્યું કે પુરુષોને જીન્સ અને ટી-શર્ટમાં હોસ્પિટલમાં આવવા દેવામાં આવશે અને મહિલા સ્ટાફ પણ મેકઅપ કરીને આવી શકે છે.તેમણે તેમનું નિવેદન બદલ્યું હતું.

.ત્યારે સીએમઓ ડૉ. મુકેશ વાત્સા આ બાબતે સહમત ન હતા, તેઓએ ફોન પર કહ્યું કે જિન્સ ટીશર્ટ પહેરવા અને મેકઅપ ન કરવા બાબતે કોઈ લેખિત હુકમ બહાર પાડવામાં આવ્યો નથી. હા એ જરુરી છે કે દરેક સ્ટાફે એપ્રન પહેરવાનું રહેશે ત્યારે પહેલા અપાયેલી સુચનાને લઈને વધુ તપાસ કરવામાં આવશે.તેમ તેઓએ જણાવ્યું હતુ.

Exit mobile version