Site icon hindi.revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટુરિસ્ટ વ્હીકલના ભાડાંમાં ઓપરેટરોએ 20 ટકાનો વધારો કર્યો

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસામાન્ય વધારો થતાં તેના લીધે દરેક ચીજ-વસ્તુઓના ભાવ વધતા વધતા જાય છે. રાજ્યના ચાર શહેરોમાં તો પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને વટાવી ગયો છે. ડીઝલ પણ પ્રતિ લિટર 100ની નજીક પહોંચી ગયું છે. ત્યારે ટુરિસ્ટ ઓપરેટરોએ પણ ભાવ વધારી દીધા છે. હવે ટુરિસ્ટ વ્હીકલનું પ્રતિ કિ,મીએ 20 ટકા વધુ ભાડુ ચુકવવુ પડશે.

કોરોનાએ  લોકોની આર્થિક  કમર તોડી નાખી છે.સાથે જ મોંઘવારી રોજે રોજ વધી રહી છે.પેટ્રોલ ડીઝલના  ભાવ અસમાને પહોંચ્યા છે.જેના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યો છે.ત્યારે ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન દ્વારા તમામ વિહિકલના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે.એટલે પ્રવાસીઓને પણ વિહિકલ  ખર્ચ મોંઘો પડશે. ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશન સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી ધંધાને મોટી અસર પહોંચી છે.અનલોક થયું ત્યાર બાદ 65 રૂ. ડીઝલ હતું તે આજે 96થી 97 રૂપિયા પહોંચી ગયું છે.તમામ વસ્તુમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. જેના કારણે ના છૂટકે ટુરિસ્ટ વિહિકલના ભાડામાં 20 ટકા નો વધારો કરવો પડ્યો છે.પહેલા અમદાવાદથી દ્વારકાની ટુર જતી તો ખર્ચ 40 હજાર થતો જે આજે 45 હજારથી વધુ થાય છે.જો કે હવે લોકો ફરવાનું બંધ કરશે અથવાતો પોતાની કાર લઈને ફરવા જશે.કોરોનાની મહામારીના કારણે જમા પૂંજી હતી તે પણ ખર્ચાય ગઈ છે.ત્યારે સરકાર ડીઝલના ભાવમાં વેટ ઓછો કરે તો થોડી રાહત મળી શકે તેમ છે. પ્રવાસન સ્થળો પર લોકો ફરવા થાય છે ભીડ પણ જોવા મળી રહી છે.પરંતુ હવે લોકો પોતાના વિહિકલ લઈને જાય છે.જેના કારણે ટુર ઓપરેટરના વિહિકલ ધૂળ ખાય રહ્યા છે.અને હવે ત્રીજી લહેર આવવાની આશંકા છે.ત્યારે ટુર ઓપરેટર પણ ચિંતામાં છે કે જો ત્રીજી લહેર આવશે તો થોડો બિઝનેસ ચાલુ થયો તેને ફરી અસર થશે.આર્થિક સ્થિતિ કફોડી બનશે.

Exit mobile version