Site icon Revoi.in

સુરતના મહારાજે ઓનલાઈન કેનેડામાં કરાવી સત્ય નારાયણની પૂજા

Social Share

અમદાવાદઃ ભારતીય દુનિયાના કોઈ પણ ખુણામાં વસવાટ કરતા હોય પરંતુ તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિને ભૂલતા નથી. કેનાડામાં સ્થાયી થયેલા સુરતી યુવાને નવુ મકાન ખરીદ્યું હતું. જેના ગૃહપ્રવેશ માટે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે ઓજ્યુકેશન ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં ભગવાનના દર્શન પણ હવે ભક્તો ઘરે બેઠા-બેઠા ઓનલાઈન કરી રહ્યાં છે. ત્યારે કેનાડામાં સત્યનારાયણ ભગવાનની કથા પણ ઓનલાઈન થઈ હતી. સુરતના બ્રાહ્મણે ઘર બેસી કેનેડામાં સ્થાયી થયેલા એનઆરઆઈ ગુજરાતી પરિવારમાં સત્ય નારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવી હતી.

ભગવાન સત્યનારાણજીની ઓનલાઈન પુજા કરાવનારા બ્રાહ્મણ દેવાંગ હરિહરભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે સામાજિક શૈલી બદલાઈ છે. મૂળ સુરતના વતની અને છેલ્લા પાંચ વર્ષથી કેનેડામાં રહેતા યજમાન હિરેન અનાજવાલાએ બ્રેન્ટોન સિટીમાં નવું ઘર ખરીદ્યું છે. ગૃહપ્રવેશ નિમિત્તે સૌથી પહેલા સત્ય નારાયણ દેવની પૂજા કરાવવા તેમને અદમ્ય ઇચ્છા વ્યક્ત કરી હતી.

સુરતમાં રહેતા તેમના પરિવાર સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ ઓનલાઇન કથા યોજવાનું આયોજન નક્કી કરાયું હતું. તારીખ અને સમય નક્કી થયા બાદ બેથી અઢી કલાક સુધી સત્ય નારાયણ ભગવાનની ઓનલાઇન પૂજા કરાવાઇ હતી. કેનેડાના સમય મુજબ સવારે નવ કલાકે તો ભારતીય સમય પ્રમાણે રાતે આઠ વાગ્યે પૂજા શરૂ થઇ હતી.

મહારાજ દેવાંગ વ્યાસે જણાવ્યું હતું. આ અગાઉ ભારતમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન મે મહિનામાં પણ યુએસ ખાતે ઓનલાઇન સત્યનારાયણ દેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.