Site icon hindi.revoi.in

ડુંગળીએ ફરી બધાને રડાવ્યા, મુંબઈમાં ડુંગળીના ભાવ આસમાને, 80 રુપિયે કિલો વહેંચાઈ રહી છે ડુંગળી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દેશભરમાં ડુંગરીના ભાવ આસમાનને આંબી રહ્યા છે,ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ડુંગરી 80 રુપિયે પ્રતિ કીલો વહેંચાઈ રહી છે ,જો નાસિકના વેપારીઓની વાત માનવામાં આવે તો ડુંગરીના ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યા.દેરક નાના મોટા શહેરોમાં ડુંગરી બધાને રડાવી રહી છે ,જે ડુંગરીનો ભાવ થોડા સમય પહેલાજ માત્ર 15 રુપિયે પ્રતિ કિલો હતો તે જ ડુંગરી આજે 70 થી 80 રુપિયાના ભાવે બજારોમાં મળી રહી છે.

થોડા સમય પહેલાજ દિલ્હીમાં ડુંગરી 30 થી 40 રુપિયે કિલો વેંહચાઈ રહી હતી,પરંતુ થોડા દિવસ બાદ જ જ ડુંગરીના ભાવ 80 રુપિયા સુધી પહોંચી ગયા છે,ડુંગરીના ભાવમાં અચાનક વધારો થવાની સાથે ગૃહિણીઓ થી લઈને દરેક લોકો પરેશાન છે,કારણ કે આજે ગરીબ લોકો ડુંગરીને રોંજીદા જીવનમાં ખોરાક તરીકે લેતા હોય છે ત્યારે આ ભાવ વધવાની સાથે મધ્યમ વર્ગથી લઈને ગરીબ વર્ગોને મોટો ફટકો પડ્યો છે

હાલ ડુંગરીના ભાવ દિલ્હીમાં 8૦ રૂપિયા, મુંબઇમાં પમ 8૦ રૂપિયા, ગુરુગ્રામમાં પણ 8૦ રૂપિયા, પટણામાં આશરે 7૦ રૂપિયા, કોલકાતામાં 70 થી 75 રૂપિયા અને ચેન્નઇમાં 60 રૂપિયા થી ચૂક્યા છે. નાસિકના વેપારીઓના મતે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના હાલ કી એંઘાણ વર્તાઈ રહ્યા નથી. અહીં જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ 4400 છે.

જાણકારોનું જો માનવામાં આવે ગયા વર્ષે દુષ્કાળ અને આ વર્ષે ચોમાસાના વિલંબથી મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વખતે ઘણા સ્થળોએ મુશળધાર વરસાદને કારણે ડુંગળીનો પાક પણ મોટા પાયે નાશ પામ્યો હતો ઘણા ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. પરિણામે, મંડીઓમાં પુરવઠો ઓછો થયો અને ભાવો ખરીદદારોને રડાવા લાગ્યા.

ડુંગળીના ભાવને કારણે દિલ્હી સરકાર લોકોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેઓ 80 રૂપિયામાં વેચાયેલી ડુંગળી 24 રૂપિયામાં આપશે

Exit mobile version