Site icon hindi.revoi.in

સુરતમાં લકઝરી બેસ ડિવાઈડર પર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ફરી વળીઃ એકનું મોત

Social Share

અમદાવાદઃ સુરતના પુણા વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ફરી વળી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. દૂર્ઘટનાને પગલે બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. અગાઉ પણ સુરતમાં ફુટફાથ ઉપર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ટ્રક ફરી વળ્યાં બાદ ફરી એવી જ ઘટના બનલા લોકોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં પૂરઝડપે આવતી બસના ચાલકે સ્ટિડયરિંગનો કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ ડિવાઈડર ઉપર સુઈ ગયેલા શ્રમજીવીઓ ઉપર ફરી વળી હતી. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. બીજી તરફ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. આ દૂર્ઘટનામાં એક શ્રમજીવીનું મોત થયું હતું. જેથી તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી આરંભી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને બસ ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 22 દિવસ અગાઉ પણ કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ ત્રણના સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃત્યુ આંક 15 પર પહોંચ્યો હતો.

Exit mobile version