- માલદામાં બૉટ પલટી મારતા 4નો મોત
- આ બૉટમાં 50 લોકો લવાર હતા
- આ બૉટ મહાનંદા નદિમાં ડુબી હતી
- આ ઘટના માલદા જીલ્લાના ચંચલ વિસ્તારની છે
પશ્વિમ બંગાલના માલદામાં મહાનંદા નદીમાં ગુરુવારની સાંજે 50 મુસાફરોથી ભરેલી એક બૉટ પલટી મારી હતી,આ દુર્ઘટનામાં ગુરુવારના રોજ 3 લોકોના મોત થઈ ચૂક્યા હતા ત્યારે હવે આ દુર્ઘટનામાં વધુ એક મહિલાની ડેડબૉડી શુક્રવારની સવારે મળી આવી હતી, મહિલાનું નામ નાઝિરી બીબી બતાવવામાં આવી રહ્યું છે,આ સાથે અકસ્માતમાં મોતનો આંકડો 3 વધીને 4 થઈ ચૂક્યો છે.આ બૉટમાં સવાર 20 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા,ત્યારે હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
શરુઆતમાં મળતી માહિતી મુજબ ઘટના માલદા જીલ્લાના ચંચલ પોસીલ સ્ટેશન વિસ્તારની છે,જગન્નાથપુરમાં મહાનંદા નદિમાં અંદાજે 50 લોકોથી ભરેલી એક બૉટ દિનાઝપુર માટે રવાના થઈ હતી પરંતુ તે ત્યા સુધી પહોંચે તે પહેલા જ તે દુર્ઘટનાનો શિકાર બની.
મુંકુંદપુર ઘાટ પર પહોંચતા પહેલા આ બૉટ મહાનંદા નદીમાં ડુબી જવા પામી હતી,ત્યાર બાદ બચાવ કાર્ય સતત જોશમાં કરવામાં આવ્યું હતું, બૉટમાં યાત્રઈઓ સિવાય સાઈકલ અને માટરસાઈકલ પણ હતી.આ દરેક યાત્રીઓ ઉત્તરી દિનાઝપુરમાં બૈચ ઉત્સવને નિહાળવા જઈ રહ્યા હતા.