Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીર: પુંછના મેંઢરમાં ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, એક જવાન શહીદ, આઠ ઘાયલ

Social Share

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં બુધવારે નિયંત્રણ રેખા પાસે તાલીમ સાથે સંકળાયેલા ઘટનાક્રમમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં સેનાનો એક જવાન શહીદ થયાના મીડિયા અહેવાલ હતા. મીડિયા અહેવાલમાં આને આઈઈડી બ્લાસ્ટ ગણાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં આઠ જવાનોના ઈજાગ્રસ્ત થવાના પણ અહેવાલ છે. તમામ ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને ઉધમપુર ખાતે આર્મી બેસ હોસ્પિટલ ખાતે ભરતી કરાવવામાં આવ્યા છે.

પ્રારંભિક મીડિયા અહેવાલમાં દાવા મુજબ, 12મી મદ્રાસ રેજિમેન્ટની એક પેટ્રોલિંગ ટુકડી ડેરા ડબસી ખાતેથી પસાર થઈ રહી હતી. ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં નવ સૈનિકોને ઈજાઓ પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં એક જવાને છેલ્લો શ્વાસ લીધો હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સેનાના એક જવાનના શહીદ થવા અને આઠ અન્યના ઈજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી છે. હાલ સેનાના અધિકારી વિસ્ફોટની તપાસ કરી રહ્યા છે.

જો કે બાદમાં પરંતુ બાદમાં ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ આઈઈડી બ્લાસ્ટ નથી. પરંતુ ટ્રેનિંગ સાથે સંબંધિત ઘટના છે. આમા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક જવાન ગંભીરપણે ઘવાયો છે. જ્યારે અન્ય કેટલાક જવાનોને નાનીમોટી ઈજાઓ થઈ છે. તેમણે જવાનના શહીદ થવાની વાતની છેલ્લા અહેવાલ સુધી પુષ્ટિ કરી નથી.

આ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નજીક સુરક્ષાદળોને નિશાન બનાવીને આતંકવાદીઓએ મંગળવારે મોડી સાંજે ગ્રેનેડ હુમલો કર્યો હતો. જો કે ગ્રેનેડ બેંકની દીવાલ સાથે ટકરાઈને ફાટી જવાથી કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.

જણાવવામાં આવે છે કે આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. બાદમાં અંધાધુંધ ફાયરિંગ કર્યું. ગોળીબારનો જવાબ આપ્યા બાદ આતંકી ઘટનાસ્થળેથી ભાગી નીકળ્યા હતા. ઘટના તુરંત બાદ સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે આના સંદર્ભે તમામ પોલીસ તરફથી કોઈ અધિકૃત જાણકારી આપી નથી.

કુલગામના ગોપાલપોરા ગામમા મંગળવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. અથડામણમાં 34 રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીના જવાન સંયુક્ત કાર્યવાહી કરી રહ્યા છે. એસએસપી કુલગામે બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની પુષ્ટિ કરી છે. છેલ્લી માહિતી મુજબ, કુલગામ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બંને આતંકીઓની લાશો પણ જપ્ત કરવામાં આવી છે.

Exit mobile version