Site icon Revoi.in

બકરીઈદમાં શ્રીનગરના રસ્તાઓ પર ફરી એક વાર ડોભાલઃપૂછી રહ્યા છે લોકોની ખબર

Social Share

કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ વાતાવરણ જે રીતે તંગ બન્યુ હતુ જને લઈને જમ્મું -કાશમીરમાં સતત મુલાકાત કરી રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે ફરી એક વાર આજે ઈદના દિવસે શ્રીનગરની મુલાકાત લીધી હતી અને લોકોને મળ્યા હતા તેઓ બકરી ઈદના દિવસે શ્રીનગરના સંવેદનશીલ ગણાતા વિસ્તાર લાલચોકમાં પહોચ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં સતત નજર રાખી રહેલા  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સોમવારે શ્રીનગરના અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી. બકરીઈદના તહેવારે  અજિત ડોભાલ શ્રીનગરના લાલ ચોકમાં આવી પહોંચ્યા હતા એટલું જ નહીં પરંતુ તેઓ સુરક્ષા માટે સંવેદનશીલ માનવામાં આવતા એવા અનેક  વિસ્તારોમાં પણ આવ્યા હતા. અજિત ડોભાલે પોતાની ટીમ સાથે શ્રીનગરના અનેક વિસ્તારની મુલાકાત લઈને ભાળ કાઢી હતી,જે વિસ્તારોમાં સૌરા, પંપોર, લાલ ચોક અને હઝરતબલનો સમાવેશ થાય છે.

સૌરા શ્રીનગરનો એક એવો  વિસ્તાર છે જ્યાં વારેધડીએ ભારત વિરોધી વિરોધ પ્રદર્શનો થતા રહેતા હોય છે. આ ઉપરાંત ડોભાલે પુલવામા અને અવંતિપુરા જિલ્લાની પણ મુલાકાત લીધી હતી. શ્રીનગરમાં સોમવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ ઈદ અલ-અઝહાના આ તહેવારે 10,000 થી વધુ લોકોએ જમ્મુ-કાશ્મીરની મસ્જિદોમાં શાંતિથી નમાઝ પઢી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી મળતી માહિતી અનુસાર અનંતનાગ, બારામુલ્લા, બડગામ, બંદીપુરના રહેવાસીઓએ દુઆ કરી અને મીઠાઇ વહેંચી ઈદની ઉજવળી કરી હતી, આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ અઘટિત ઘટના બનવા પામી નથી, શાંતિના માહોલમાં ઈદ ઉજવાઈ રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શનિવારે અનંતનાગમાં સામાન્ય લોકોને પણ મળ્યા હતા અને તેમની સમસ્યાઓ જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ડોભાલે પોતે જમ્મુ-કાશ્મીરના ઘાટીના વિસ્તારમાં જઈને ત્યાના સ્થાનિક લોકો સાથે વાત કરી હતી અને તેમને સમજાવી રહ્યા હતા . આ દરમિયાન ડોભાલ ત્યાના વિસ્તારમાં ઘેટાં વેચનારાઓને પણ મળ્યા હતા અને તેમની સાથે પણ વાતચીત કરી હતી.આ પહેલા પણ તેઓ  સામાન્ય કાશ્મીરીઓ સાથે જમતા જોવા મળ્યા હતા.