Site icon hindi.revoi.in

પાકિસ્તાનીઓની ઈચ્છા, નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને નહીં

Social Share

નવી દિલ્હી: 23મી મેના રોજ આવનારા લોકસભા ચૂંટણીના પરિણામો પર પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર છે. બંને દેશોની વચ્ચે સીમા પર તણાવે જોતા પાકિસ્તાનની ચૂંટણી પરિણામોમાં દિલચસ્પી કોઈ હેરાન કરનારી નથી. તેના સિવાય પાકિસ્તાનમાં વસવાટ કરતા ઘણાં લોકોના ભારતમાં પારિવારીક સંબંધ છે. પાકિસ્તાનના નાગરિકોનું કહેવું છે કે તેઓ ઈચ્છતા નથી કે મોદી ફરીથી ભારતમાં સત્તામાં આવે. તેની પાછળનું કારણ ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઈકને કારણે ફેલાયેલો ગભરાટ માનવામાં આવે છે.

મોટાભાગના પાકિસ્તાની નાગરિક નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની વાપસી સંદર્ભે ત્યાંની ન્યૂઝચેનલો દ્વારા પોતાના અભિપ્રાયની આપલે કરી રહ્યા છે અને તેઓ સોશયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહ્યા છે. લાહોરના વતની શાહી આલમે એક પાકિસ્તાની ટેલિવિઝન ચેનલને જણાવ્યુ હતુ કે મોદીએ સત્તામાં પાછા આવવું જોઈએ નહીં, તેમણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાવી.

એક અન્ય શખ્સ એઝાઝે કહ્યુ હતુ કે મને માદીના બહુમતી સાથે ફરીથી સત્તામાં આવવા પર શંકા છે. મને વિશ્વાસ છે કે મોદીને બહુમતી મળશે નહીં, તે પાકિસ્તાન માટે પણ સારું છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક મહીના પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યુ હતુ કે જો મોદી 2019ની ચૂંટણી જીતે છે, તો બંને દેશની વચ્ચે શાંતિ માટેની વાટાઘાટોના અવસર સારા થશે.

બ્રિટનમાં રહેતા પાકિસ્તાની બિઝનસમેન રિયાઝે કહ્યુ છે કે પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના વિચાર વિદેશમાં રહેતા લોકોથી અલગ છે. અમારું માનવું છે કે મોદીએ સત્તામાં ફરીથી વાપસી કરવી જોઈએ. આ પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત થનારા આતંકવાદી સંગઠનો માટે એક નિવારક તરીકે કામ કરશે અને પાકિસ્તાનની સરકાર પર અમારી માતૃભૂમિ પરથી આતંકવાદને સમાપ્ત કરવા માટે દબાણ નાખશે.

Exit mobile version