- પીએમ મોદીએ દેશવાસીઓને નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી
- ગુજરાતના સીએમ રુપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી
આજે ગુજરાતના લોકો એટલે કે ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077નો આરંભ ને નવા વર્ષની શરુઆત છે. સમગ્ર દેશના લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, આજે અનેક લોકો મંદિરોમાં જઈને ભગવાનના ચરણ સ્પર્શ કરીને નવાવર્ષની શુભકામનાઓ મેળવે છે અને પોતાના જીવન સમુદ્ધ બને તેવી પ્રાર્થના કરે છે.
આજે ભાઈ ભીજ અને નવુવર્ષ સાથે છે,દેશમાં આજે ઘણા બધા તહેવારો બાદ આ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે,કોરોનાકાળ અને લોકડાઉનના કારણે આ પહેલાના ઘણા તહેવારો સાદગી સાથે ઉજવાયા હતા પરંતુ દિવાળીમાં હવે દેશમાં તહેવારનો માહોલ બન્યો છે ત્યારે આજના આ પાવન પર્વ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને શુભેચ્છાઓ પાઠવી છે
આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વક શુભકામનાઓ. આમ સર્વેને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી મારી અંતરની મનોકામનાઓ. આવો સૌ મળીને સંકલ્પ કરીએ, નૂતનવર્ષ નવ પ્રયાણ, નવ પ્રયાસ, નવભારતના નવ નિર્માણનું હોય…સાલમુબારક…
નૂતન વર્ષાભિનંદન…..
સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ…આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું….સાલમુબારક…..— Narendra Modi (@narendramodi) November 16, 2020
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે ‘આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ… સાલમુબારક
સાહીન-