Site icon hindi.revoi.in

કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર

Social Share
ફાઈલ તસવીર

નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો તેના પર અમે વિદેશ મંત્રાલયની સલાહ લઈએ છીએ કે નિમંત્રણને સ્વીકારવું જોઈએ કે નહીં.

કોંગ્રેસના સૂત્રો અને તેમના નિકટવર્તીઓનું કહેવું છે કે અમે હંમેશા વિદેશ મંત્રાલયની સલાહ માનીએ છીએ. અત્યાર સુધી કોઈપણ પ્રકારનું નિમંત્રણ અમને મળ્યું નથી. સૂત્રનો દાવો છે કે પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં તેમને આપવામાં આવેલા આમંત્રણને કબૂલ કરશે નહીં. દેશહિત સર્વોપરી છે.

આના પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સોમવારે કહ્યુ છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને નવેમ્બરમાં કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે.

આ કરતારપુર કોરિડોર દ્વારા ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક તીર્થને દરબાર સાહિબ સાથે જોડવામાં આવશે અને ભારતીય તીર્થયાત્રીઓને વીઝામુક્ત આવાગમનની સુવિધાઓ પ્રદાન કરશે, જેને માત્ર કરતારપુર સાહિબ જવા માટે પરમિટ પ્રાપ્ત કરવી પડશે.

પાકિસ્તાન 9 નવેમ્બરે ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર ખોલશે. કેપિટલ ટીવીના કુરૈશીએ કહ્યુ છે કે કરતારપુર કોરિડોર ઉદ્ઘાટન એક મોટો કાર્યક્રમ છે અને પાકિસ્તાન તેના માટે મોટા પ્રમાણમાં તૈયારી કરી રહ્યું છે. અમે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આમંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે. અમે ટૂંક સમયમાં જ તેમને એક ઔપચારીક પત્ર મોકલીશું.

તેમણે કહ્યુ છે કે મનમોહનસિંહ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, કુરૈશીએ કહ્યુ છે કે અમે ગુરુ નાનકની 550મી જયંતી મનાવવા માટે કરતારપુર આવનારા શીખ તીર્થયાત્રીઓ માટે ઘણાં ખુશ છીએ.

Exit mobile version