Site icon hindi.revoi.in

દિવાળીના પર્વ પર રામ નગરી અયોધ્યા 5.51 લાખ દિવાઓથી જગમગશે

Social Share

 

છેલ્લા કેટાલય વર્ષો બાદ રામલલા દરબાર સહીત શ્રીરામ જન્મભૂમિ પરિસર દીવાઓની જ્યોતથી જગમગતું જોવા મળશે, આ વર્ષની દિવાળી યોધ્યાવાસીઓ માટે તેમજ સમગ્ર દેશના લોકો માટે ખાસ હશે, વિતેલા વર્ષે અયોધ્યામાં 4 લાખ 14 હજારો દિવાઓ પ્રગટાવીને ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો ત્યારે હવે આ વર્ષે દિવાળીમાં અયોધ્યામાં કુલ 5 લાખ 51 હજાર દિવાઓ પ્રગટાવીને પોતાનો જ પાછલો રેકોર્ડ બ્રેક કરવામાં આવનાર છે.

11 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વર્ષે દિપોત્સવ કરવામાં આવશે, અયોધ્યામાં દિવાઓ પ્રગટાવવાની જવાબદારી આ વર્ષે પણ અનેક વિદ્યાર્થીઓને સોંપવામાં આવી છે, રામનગરીમાં આ ચોથા દિપોત્સવને ઘુમધામથી મનાવવાની તૈયારીઓ હાથ ઘરવામાં આવી છે. આ કાર્યમાં વહીવટતંત્ર પણ જોતરાયું છે.

દિપોત્સવનો આરંભ સીએમ યોગી રામલલાની સાંજની આરતી સાથે કરશે, આરતી બાદનો પ્રથમ દિપ રામલલા દરબારમાં પ્રગટાવવામાં આવશે ત્યાર બાદ સમગ્ર અયોધ્યા દિવાઓની જ્યોતથી સજેલું અને રોશનીથી જળહળતું જોવા મળશે.

આ વર્ષ દરમિયાન રામની પૈડી પર કુલ 5 લાખ 51 હજાર દિવાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ટ બનાવવાની યોજના છે, આ વર્ષનો દિપોત્સવ ખાસ છે કારણ કે, સુપ્રીમ કોર્ટએ રામ મંદિર બનાવવાનો નિર્ણય આપ્યા બાદ દેશમાં આ પ્રથમ દિવાળી ઉજવવામાં આવી રહી છે,.

વર્ષ 1992 બાદ પ્રથમ વખત રામલલા પરિસરમાં દિવાઓ પ્રગટાવીને ઉત્સાહભેર દિવાળી મનાવવામાં આવશે જેને લઈને સમગ્ર અયોધ્યાવાસીઓ અને દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાહીન-

 

Exit mobile version