Site icon hindi.revoi.in

રાજકોટ: ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદીને શુકન સાચવ્યું

Social Share

રાજકોટ: દિવાળી પાંચ દિવસનો તહેવાર છે અને એમાં આજે ધનતેરસનો દિવસ છે. આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિને ધનતેરસ તરીકે ઉજવાય છે. ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ ગણાય છે. ત્યારે રાજકોટના સોનીબજારમાં સોનું ખરીદવા દર વર્ષ કરતાં આ વખતે ઓછી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે.

લોકો પોતાના બજેટ પ્રમાણે નાની-મોટી ખરીદી કરી રહ્યા છે અને શુકન સાચવી રહ્યા છે. સોનાના ભાવ ઘટતાં ધનતેરસ અને દિવાળીનાં 50 ટકા બુકિંગ થયાં છે. વેપારીઓનું કહેવું છે કે મંદીને કારણે જોઈએ તેટલું વેચાણ થઈ રહ્યું નથી. તેમજ રોકાણકારો પણ સોનું ખરીદવા માટે વિચાર કરી રહ્યા છે, તો આ સાથે જ કોરોના વચ્ચે પણ ધનતેરસના દિવસે લોકોએ સોનું ખરીદી શુકન સાચવ્યું છે.

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની પૂજા-અર્ચના થાય છે ..આં સાથે જ શહેરમાં ધનતેરસના શુભ પર્વને લઈને ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાનને પૈસાના વાઘા પહેરવામાં આવ્યાં હતા. જેથી દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લેવા મંદિર ખાતે પહોંચ્યા હતા..અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

_Devanshi

Exit mobile version