Site icon Revoi.in

ચંદ્રયાન-2 મિશન પર મોદીએ કહ્યુઃ-‘વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી,માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોય છે’

Social Share

ભારતના ચંદ્ર મિશનને  શનિવારની સવારના રોજ એક આંચકો લાગ્યો હતો,જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પરથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતું અને તેનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયા હતો ,જો કે આ ક્ષણની કેટલાય દિવસોથી આતૂરતાથી રાહ જોવાઈ રહી હતી જેને લઈને ઈસરોના વૈજ્ઞાનિકોમાં પણ હતાશા જોવા મળી હતી,જો કે દેશના વડા પ્રધાન મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સાંત્વના આપી હતી અને ક્હયું હતુ કે ‘હોસલો તૂટ્યો નથી પણ મજબૂત બન્યો છે’.

ચંદ્રયાન-2 ચંદ્ર પર ઉતરણ કરતાની થોડી ક્ષણ પહેલાજ ઈસરોનો તેના સાથેનો સંપર્ક તૂટ્યો હતો જેને લઈને ત્યાના દરેક વૈજ્ઞાનિકોમાં ચિંતા છાવાઈ હતી અને નિરાશા જોવા મળી હતી જો કે તે સમયે દેશના વદા પ્રધાન મોદીજી ઈસરોમાં વૈજ્ઞાનિકો સાથે ઉપસ્થિત હતા,તેમણએ ઈસરોના કંટ્રોલ સેન્ટરમાંથી દેને સંબોધિત કર્યો હતો.

પ્રધાન મંત્રીએ કહ્યું કે,”આપણે ચોક્કસ રીતે સફળ થઈશું,આ મિશનના આગળના પ્રયત્નમાં પણ અને આ પછીના દરેક પ્રયાસમાં સફળતા આપણી સાથે હશે”

પીએમ મોદીએ કહ્યું કે, “દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ,દરેક કઠીનાઈ પણાને કંઈક નવં શિખવાડે છે,કેટલાક નાવા આવિષ્કારો, નવી ટેકનોલૉજી માટે પ્રેરીત કરે છે અને તેના દ્વારા આપણી આગળની સફળતા નક્કી થાય છે,જ્ઞાનનો સૌથી મોટા જો કી શિક્ષક છે તો તે વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોઈ છે”.

“હું દરેક અંતરિક્ષ વૈજ્ઞાનિકોના પરિવારને પણ સલામ કરુ છુ,તેમનું મોન રીતે પણ સમર્થન આપણી સાથે રહ્યું છે,આપણે અસફળ થી શકિયે છીએ પરંતુ આપણી ઉર્જા અને જોશમાં કોઈ પણ ઘટાડો ન જ આવી શકે,આપણે પૂરી ક્ષમતા સાથે આગળ ધપાવશું”.

આ તમે એજ લોકો છો કે જેમણે પોતાના પ્રથમ પ્રયત્નથી જ મંગળ ગ્રહ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો આ પહેલા વિશ્વમાં આ પ્રકારની ઉપલ્બધિ કોઈએ કરી બતાવી નથી,આપણા ચંદ્રયાને વિશ્વને એ જાણકારી અર્પણ કરી હતી કે ચંદ્ર પર પાણી છે. વિજ્ઞાનના દરેક પ્રયોગ આપણાને અપાર હિંમતની યાદ અપાવે છે. ચંદ્રયાન -2ના છેલ્લા પડાનવું પરિણામ આપણી આશા મુજબનું નહોતું રહ્યું તે છતા આ આખી ચંદ્રયાન યાત્રા જોવાલાયક રહી છે.

આમ ઈસરોમાં ઉપસ્થિત રહેલા દેશના પ્ધાન મંત્રીએ દેશના લોકોની આશાને અમર કાખવાની વાત કરી હતી, અને હીમ્મત ન હોરતા આગળ વધવાનું ક્હયું હતું અને ઈસરોના વૈજ્ઞાનિકોને તેમના કાર્ય માટે બિરદાવ્યો હતો ઉપરાંત તેમનો હોસલો વધાર્યો હતો ,સાથે સાથે વૈજ્ઞાનિકોના પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.