ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતાના દિવસે વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવનાર છે, આ સાથે જ સ્ક્વાઈડ્રન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ર સેવા પદકથી સમ્માનિત કરાશે.
વાયુ સેનાના કમાન્ડર અભિનંદને 27 ફેબ્રૂઆરીના રોજ મિગ-21 બાઈસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનોનો પીછો કર્યા પછી એક વિમાનને નષ્ટ કર્યુ હતું, આ ઘટના બાદ તેમનું વિમાન એક મિસાઈલનું નિશાન બન્યુ હતુ જેમાં આ વિમાનનો ખાતમો થાય તે પહેલાજ તેમને પાકિસ્તાની સેનાઓ દ્રારા તેમાંથી નિકાળવામાં આવ્યા હતા અને તેઓ પીઓકેમાં ફસાય ગયા.
ત્યાર બાદ અભિનંદન પાકિસ્તાન પાસે હતા, પાકિસ્તાની સુરક્ષાદળે તેમને પકડી લીધા હતા,પરંતુ ભારતના દબાવમાં આવીને પાકિસ્તાને અભિનંદનને ભારત પરત મોકલ્યા હતા,પરતું 60 કલાક જેવો સમય તેઓ પાકિસ્તાનના હવાલે રહ્યા છતા પમ તેમણે હિમ્મત નહોતી હારી, અને 60 કલાકના મસય પછી તેમને વાધા બોર્ડર પર ભારત પાસે મોકલવામાં આવ્યા હતા ત્યારે અભિનંદન કમાન્ડરનું ભારત લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ ,તેમના ન આવ્યા પહેલા ભારતવાસીઓ તેમના આવવાની રાહ જોઈને બેઠા હતા અને જેવા તેઓ વાધા બાર્ડર પર આવ્યા કે લોકોએ ધુમધામથી તેમને આવકાર્યા હતા,ત્યારે વીર ચક્ર યુદ્રના સમયે આપવામાં આવતુ સર્વોચ્ચવ સમ્માન છે જે આ કમાન્ડર અભિનંદનને આપવામાં આવશે.
પાકિસ્તાનની સરહદમાં પાકિસ્તાની એફ-16 વિમાનને પરાજીત કરનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ફરી એક વાર મિગ-21 ફાઈટર વિમાન ઉડાવતા જોવા મળ્યા હતા,એક મેડિકલ બોર્ડે તેમની ફ્લાઈંગ ડ્યૂટી પર પરત ફરવાનો રસ્તો કરી આપ્યો હતો,આઈએએફ બેંગલોરના ઈંસ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિને અભિનંદને ફરી એકવાર ફાઈટર જેટના કૉપપિટમાં બેસવાની મંજુરી આપી દીધી છે.
આ માટે અભિનંદને મેડિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યુ હતું,જેમાં તેમને સફળતા મળી છે ,મળતી માહિતી મુજબ અભિનંદન આગલા બે અઠવાડિયામાં ફાઈટર પ્લેન મિગ-21ની ઉડાન ભરવા જઈ રહ્યા છે, પાકિસ્તાની સરહદમાં કેદ થયા બાદ વાયૂસેના દ્રારા તેમની ડ્યૂટી રોકવામાં આવી હતી પરંતુ હવે તેઓ ફરી ફાઈટર પ્લેનની ઉડાન ભરી શકશે.