Site icon hindi.revoi.in

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદી ‘વન નેશન વન હેલ્થ કાર્ડ’નું કરી શકે છે એલાન – જાણો તેના ફાયદાઓ

Social Share

‘વન નેશન વન રાશન કાર્ડ’ બાદ હવે દેશની સરકાર ‘વન નેશન વન હેલ્થ કાર્ડ’ લાવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, સ્વતંત્રતા દિવસ પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતનું એલાન કરી શકે છે,’વન નેશન વન હેલ્થ કાર્ડ’ હેઠળ દરેકનું એક જ હેલ્થ કાર્ડ હશે.

આ નવી યોજના અંતર્ગત જે તે વ્યક્તિની સારવાર અને ટેસ્ટ કરવામાં આવેલ સંપૂર્ણ માહિતીનો સંગ્રહ આ કાર્ડમાં  કરવામાં આવશે, આ સંબધે તમામ માહિતી કાર્ડમાં ડિજીટલ પધ્ધતિથી સેવ કરવામાં આવશે, આ તમામ બાબતે ખાસ વાત એ હશે કે,જો દેશના કોઈ પણ ખુણામાં તમે સારવાર કરવા જાવ તો તમારા રિપોર્ટ લઈ જવાની જરુર નહી પડે,પરંતુ ડોક્ટર યૂનિક આઈડીના માધ્યમથી મેડિકલ રેકોર્ડ તેમની રીતે જ ચકાસી લેશે

પ્રત્યેક નાગરિકનું સિંગલ યૂનિક આઈડી રજુ કરવામાં આવશે, જેનું એક યૂનિક આઈડી લોગિંગ પણ હશે, આ યોજનાને તબક્કાવાર રીતે લાગુ કરી શકાશે. આ માટે, ક્લિનિક્સ, હોસ્પિટલો અને ડોકટરોને સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવશે.

આ યોજનાનું પ્રથમ ચરણનું બજેટ 500 કરોડ રાખવામાં આવ્યું છે, હેલ્થકાર્ડ આધારકાર્ડના આધાર પર બનાવવામાં આવશે,આ માટે કોઈ પણ નાગરિક બંધાયેલો રહેશે નહીં. આ યોજનાનો લાભ લેવો એ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે તે નાગરિકો તેને પોતાની ઈચ્છાથી બનાવી શકે છે. તે ફરજિયાત નથી. આ યોજનામાં નાગરિકોની વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે. માટે કોઈ પણ નાગરિકે આ કાર્ડ બનાવવા માટે ડરવાની કે ચિંતા કરવાની જરુર નહી રહે.

આ પહેલા પણ દેશની સરકાર એ વન નેશન વન રાશન કાર્ડ પણ લાગુ કર્યો હતો,જેના માધ્યમથી દેશની કોઈ પણ જગ્યાએ તેનો લાભ લઈ શકાય છે,ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વાત બાબતે રાહત પેકેજની ઘોષણા કરતા સમયે તેનો ઉલ્લેખ કર્યો હતો, આ યોજનાથી દેશના 67 કરોજ લોકોને ફાયદો થશે.

સાહીન-

Exit mobile version