Site icon hindi.revoi.in

છઠ પર્વને લઈને અનેક રાજ્ય સરકારોએ કરી લોકોને અપીલ, ઘરેથી જ કરો છઠની ઉજવણી

Social Share

મુંબઈ: નહાય-ખાયની સાથે આજથી એટલે કે બુધવારથી છઠ પર્વની શરૂઆત થઇ ગઈ છે. સૂર્ય ભગવાનને સમર્પિત ત્રણ દિવસ સુધી ચાલનારા છઠ પર્વ પર રાજ્ય સરકારોએ વિશેષ ઘોષણા કરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકોને ઘરે ધાર્મિક વિધિ કરવા જણાવ્યું છે. સરકારે પહેલેથી જ દિલ્હીમાં જાહેર સ્થળોએ છઠનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. હવે મુંબઈમાં પણ મોટા પાયે પાકૃતિક જળાશયોના કાંઠે છઠ પૂજા કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ સરકારે લોકોને ઘરે જ છઠ કરવા કહ્યું છે.

અગાઉ ઝારખંડ સરકારે સાર્વજનિક નદી,તળાવ,ડેમ વગેરે સ્થળોએ છઠ પૂજા યોજવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે મર્યાદિત સંખ્યામાં મહિલાઓને જવા પર છૂટ છે. તો બિહારમાં થોડી રાહત મળી છે. ત્યાં તળાવમાં છઠ વ્રત કરવા પર કોઈ પ્રતિબંધ નથી

મુંબઈમાં સમુદ્ર અને નદીના કાંઠે છઠ પૂજા યોજાશે નહીં

બૃહમ્મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે શહેરના પાકૃતિક જળસંગ્રહ સાથે છઠ પૂજાને મોટા પાયે પ્રતિબંધિત કરવાના આદેશો જારી કર્યા છે. સંસ્થાએ ભક્તોને વધુ ભીડ ન થાય તે માટે પણ હાકલ કરી હતી. બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોટી પાયે છઠ પૂજા આયોજિત કરવા પર રોક લગાવવામાં આવી છે કારણકે સમુદ્ર તટ અને નદી કિનારે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવા પર કોવિડ – 19 મહામારીથી બચવા માટે જરૂરી સામાજિક અંતરનું પાલન કરવામાં કઠણાઈ થશે.

યુપી સરકારનો આદેશ આવ્યો – ઘરેથી છઠની ઉજવણી કરો

ઉત્તરપ્રદેશ સરકારે સાર્વજનિક છઠ પર રોક લગાવી નથી પરંતુ લોકોને ઘરે જ રહેવાની વિનંતી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે, લોકોએ છઠની વિધિ ઘરે અથવા ઘરની નજીક કરવી જોઈએ. વહીવટીતંત્રને નદી-તળાવોમાં આ માટેની વ્યવસ્થા કરવા આદેશ અપાયો છે. આ સમય દરમિયાન લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

_Devanshi

Exit mobile version