Site icon hindi.revoi.in

આજે દેશના ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ, પીએમ મોદી સહિત અનેક દિગ્ગજોએ પાઠવી શુભકામના

Social Share

દિલ્લી: આજે દેશના ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ છે. 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં જન્મેલા અમિત શાહ આજે 56 વર્ષના થયા છે. ગૃહમંત્રીના જન્મદિન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહીતના ઘણા દિગ્ગજ નેતાઓએ શુભકામના પાઠવી હતી. અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે. દેશના ગૃહમંત્રી તરીકે તેમનો કાર્યકાળ પણ ઘણા મોટા નિર્ણયોથી ભરપૂર રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું કે, તેઓ દેશના વિકાસ માટે જે પરિશ્રમ સાથે યોગદાન આપી રહ્યા છે તેના બધા સાક્ષી છે. ભાજપને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે.

પીએમએ લખ્યું,જન્મદિવસની શુભકામના અમિત શાહ જી. અમારું રાષ્ટ્ર તમારા સમર્પણ અને શ્રેષ્ઠતાને જોઈ રહ્યું છે, જેની સાથે તમે ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છો. ભાજપને મજબૂત કરવાના તમારા પ્રયત્નો પણ નોંધપાત્ર છે. ભગવાન તમને ભારતની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન આપે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના અન્ય નેતાઓએ ગૃહમંત્રીને તેમના જન્મદિવસ પર ટ્વિટર દ્વારા અભિનંદન આપ્યા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું કે, લોકપ્રિય રાજનેતા,અદ્ભુત સંગઠનકર્તા, લડવૈયા અને કુશળ વ્યૂહરચનાકાર, રાષ્ટ્રની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવી દેનાર ગૃહમંત્રીને આદરપૂર્વક જન્મદિવસની શુભકામના. હું ભગવાન શ્રી રામને તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું.

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વિટ કરીને ગૃહમંત્રીને અભિનંદન આપ્યા છે. તેમણે લખ્યું કે, દેશના ગૃહમંત્રી અને મંત્રીમંડળમાં મારા સાથી અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમે સ્વસ્થ અને દીર્ધાયુષ્ય રહો, ભગવાન પાસે આ પ્રાથર્ના કરું છે.

_Devanshi

Exit mobile version