લખનૌ: સતત બળવાખોર તેવર અખત્યાર કરનારા યુપી કેબિનેટના પ્રધાન ઓમપ્રકાશ રાજભરને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે રાજ્યપાલને બરતરફ કરવાની ભલામણ કરી હતી. રાજભર સુલેહદેવ ભારતીય સમજા પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગ સશક્તીકરણ પ્રધાન હતા.
આની સાથે રાજભર સાથે સંલગ્ન લોકોને નિગમો અને પરિષદોમાંથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે રાજભરે આના પહેલા રાજીનામાની ઘોષણા કરી હતી. પરંતુ ત્યારે તેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.
આના સંદર્ભે પ્રતિક્રિયા આપતા રાજભરે કહ્યુ છે કે તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આ નિર્ણયનું સ્વાગત કરે છે. પછાતોના હક માટે લડવાની કિંમત ચુકવવી પડી છે. ભાજપના નેતાઓ ભલે પછાતોના હક માટે બોલે નહીં, પરંતુ રાજભરને આમ કરવાથી રોકી શકાય નહીં.