Site icon hindi.revoi.in

ભાજપના સાંસદ ઓમ બિરલા બનશે લોકસભાના નવા સ્પીકર

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનની કોટા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર બનશે. લોકસભાના સ્પીકરનું નામ ઘોષિત થવાની સાતે પીએમ મોદીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યા છે.

ભાજપના સાંસદ ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાએ કહ્યું છે કે આ અમારા માટે ઘણા ગર્વ અને ખુશીની ક્ષણ છે. અમે તેમને (ઓમર બિરલાને) ચૂંટવા બદલ કેબિનેટના ઘણાં આભારી છીએ.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થવાની છે. માટે લોકસભા સ્પીકરના પદને લઈને તમામ પ્રકારની અટકળો લગાવાઈ રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર મંથન ચાલી રહ્યું હતું.

લોકસભાના અધ્યક્ષ બનવાની રેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ અહલુવાલિયા અને ડૉ. વિરેન્દ્ર કુમાર જેવા ઘણાં દિગ્ગજ નેતાઓના નામ આમા સામેલ હોવાનું જણાવાઈ રહ્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભા અધ્યક્ષ પદ પર કોણ વિરાજમાન થશે, તેનો નિર્ણય હવે થશે.

ત્યારે રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. ઓમ બિરલા આજે જ પોતાનું નામાંકન દાખલ કરશે. તેના પછી બુધવારે ગૃહમાં આના પર મતદાન થશે, કારણ કે એનડીએ પાસે લોકસભામાં બહુમતી છે, તેવામાં ઓમ બિરલાનું લોકસભા સ્પીકર બનવું નિશ્ચિત છે. ઓમ બિરલાના નામાંકન વખતે પીએમ મોદી પણ હાજર રહેવાના છે.

Exit mobile version