Site icon hindi.revoi.in

OICનો કાશ્મીર મામલામાં યુટર્ન, ઈસ્લામિક દેશોના સંગઠને બનાવ્યો વિશેષ દૂત

Social Share

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રીઝે કાશ્મીરના મામલામાં એક વિશેષ દૂતની નિયુક્તિ કરી છે. હવે કહેવામાં આવે છે કે સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે તણાવ અને ઈરાનની વિરુદ્ધ ખાડીમાં મહત્વના દેશોની પાકિસ્તાની સેના પર નિર્ભરતાએ બની શકે કે આ નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી હોય.

ઓઆઈસીનું શિખર સંમેલન ગત સપ્તાહાંતે મક્કામાં યોજાયું હતું. તેમા સાઉદી અરેબિયાના યૂસુફ અલદોબીને જમ્મુ-કાશ્મીર સંદર્ભે ઓઆઈસીના વિશેષ દૂત નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ ઘટનાક્રમના ત્રણ માસ પહેલા જ ઓઆઈસીના વિદેશ પ્રધાનોની યુએઈ ખાતેની બેઠકમાં ભારતને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હતું. તે વખતે પાકિસ્તાને દરેક સત્રમાં ભારતની છબી ખરાબ કરવાની કોશિશો કરી હતી. પરંતુ તે આખરી સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરાવી શક્યું ન હતું, કારણ કે સાઉદી અરેબિયા સિવાય મેજબાન યુએઈએ આ પગલાનો વિરોધ કર્યો હતો.

અંગ્રેજી અખબારે ટાંક્યું છે કે કાશ્મીર મુદ્દા પર વિશેષ દૂતની નિયુક્તિ કરવાનો નિર્ણ આ 57 સદસ્ય દેશોવાળા સંગઠનની અંદર કાશ્મીર મામલા પર બનાવવામાં આવેલો ઓઆઈસી કોન્ટેક્ટ ગ્રુપનો નિર્ણય હતો. ઘણાં ઓઆઈસી સદસ્યોએ આ નિર્ણય સંદર્ભે તટસ્થ વલણ અપનાવ્યું હતું. ઓઆઈસીના મહત્વના દેશોએ ગત કેટલાક વર્ષોથી કાશ્મીર પર ખુલ્લેઆમ કંઈ કહેવાથી પરહેજ કર્યો છે.

જો કે ઈરાન સાથે તણાવની વચ્ચે ખાડી દેશોના ટેકામાં પાકિસ્તાનની સેનાની ભૂમિકા હોઈ શકે છે અને તેથી તેણે આ નિર્ણયમાં ભૂમિકા અદા કરી હોય અને તેના કારણે આવા પદને ઉભું કરવાના પાકિસ્તાનના અનુરોધના પક્ષમાં નિર્ણય કરવામાં આવ્યો હોય.

માર્ચમાં ભારતને પહેલીવાર ઓઆઈસીની કોઈ બેઠકમાં અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હતું. ઓઆઈસીના સદસ્ય પાકિસ્તાને કોશિશ કરી હતી કે અબુ ધાબીમાં થયેલી આ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાનના આમંત્રણને રદ્દ કરવામાં આવે. પાકિસ્તાન ત્યારે પોતાની ધરતી પર એક ટેરર કેમ્પ પર ભારતીય વાયુસેનાના હુમલાથી ખિજાયેલું હતું. જો કે તેના અનુરોધને નામંજૂર કરવામાં આવ્યો હતો. યુએઈએ ભારતનો પક્ષ લીધો હતો.

વિદેશ પ્રધાનના સ્થાને પાકિસ્તાની અધિકારીઓની આગેવાનીમાં તેના પ્રતિનિધિમંડળે ભારતને અબુધાબીવાળી બેઠકમાં નહીં બોલાવવા પર ભાર મૂક્યો હતો અને દરેક સત્રમાં ભારતની વિરુદ્ધ નિવેદનબાજી કરી હતી. જો કે તેની કોશિશો નિષ્ફળ રહી હતી.

માર્ચમાં થયેલી ઓઆઈસીની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર એક અલગ પ્રસ્તાવને પારીત કરવામાં આવ્યો હતો અને તેને ભારત તથા પાકિસ્તાનની વચ્ચે મુખ્ય વિવાદ ગણાવવામાં આવ્યો હતો. તેમા બાલાકોટ એરસ્ટ્રાઈક પર પણ પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો હતો. જો કે અબુ ધાબીમાં જાહેર કરવામાં આવેલા આખી ઘોષણાપત્રમાં કાશ્મીર મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

Exit mobile version