Site icon hindi.revoi.in

ઓડિશા સરકારનો નિર્ણય, હોમ આઈસોલેશનમાં કોવિડ -19 દર્દીઓને મળશે ‘ફેવીપિરવીર થેરાપી’

Social Share

મુંબઈ: ઓડિશા સરકારે કોરોનાવાયરસ સંક્રમિત હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે ‘ફેવીપિરવીર થેરાપી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સોમવારે મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટીંગ બાદ લેવામાં આવ્યો હતો. મુખ્ય સચિવે ઓડિશા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ડોકટરોને ફેવીપિરવીર થેરાપી માટે એસઓપી સર્કુલેટ કરવાનું કહ્યું,જેનાથી ડોકટર્સ અને રેપિડ રિસ્પોન્સ ટીમને દર્દીઓની યોગ્યતાનું મૂલ્યાંકન થઇ શકે, જેનાથી ઘરે રહીને જ દર્દીઓ જલ્દીથી સાજા થઈ શકે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આશરે 80 ટકા કોરોનાવાયરસ પોઝિટિવ દર્દીઓ માત્ર હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. હાઈ લેવલ મીટીંગને સંબોધિત કરતા મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ કહ્યું હતું કે કોવિડ -19 એ ખુબ જ મોટું સંકટ છે, દરરોજ મહામારી વિશે નવા-નવા ક્લિનિકલ ઇનપુટ અને નવા અનુભવો સામે આવે છે, એવામાં એન્ટિવાયરલ થેરાપીના રૂપમાં ફેવીપિરવીરથી ઈલાજ દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે ફેવીપિરવીર થેરાપી દર્દીઓને હોમ આઇસોલેશનમાં વધુ બીમાર થવાથી બચાવશે. ઘણા ડોકટરો અને વાયરસ નિષ્ણાંતોએ કહ્યું છે કે આ દવા કોવિડ દર્દીઓને ઘણી હદ સુધી સહાય કરશે

મુખ્ય સચિવે ચેતવણી આપતા કહ્યું હતું કે, આ દવા દર્દીઓને યોગ્ય સલાહ અને સતર્કતાની સાથે આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અનુભવી ડોકટરોની ટીમે મીડિયાના માધ્યમથી આ દવા વિશે દર્દીઓને જાણકારી આપવી પડશે. ડોકટરો સલાહ આપશે કે હોમ આઇસોલેશનમાં સારવાર લેતા દર્દીઓ માટે આ દવા કેવી અને કેટલી માત્રામાં લેવી જોઈએ. અતિરિક્ત મુખ્ય સચિવ પ્રદીપ મહાપાત્રાએ બેઠકમાં સભ્યોને સલાહ આપી કે આરઆરટી સભ્યોએ દર્દી અને તેના પરિવારને મોખિત રૂપથી ફેવીપિરવીરના ઉપયોગ અને તેના આડઅસર વિશે સાવધાન કરવા જોઈએ.

તેમણે એમ પણ કહ્યું કે દર્દીને સાચી માહિતી આપ્યા પછી જ સારવાર શરૂ કરવામાં આવશે. એસઓપી અને આરઆરટી મુજબ, હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને તેમના ઘરે દવાઓની માહિતી માટે વિગતવાર શીટ મોકલવામાં આવશે, જેમાં દવાના ડોઝ, પ્રતિક્રિયા વિશેની જાણકારી હશે, સાથે જ એ પણ ખાતરી કરવામાં આવશે કે, જો દવાથી દર્દીને કોઈ સમસ્યા હોય, તો તેને કોર્ડીનેટ કરી શિફ્ટ કરવામાં આવી શકે, જેથી તેને સારી સાર-સંભાળ મળી શકે.

ફેવીપિરવીર એ એન્ટી ફ્લૂ ડ્રગ છે, જે જાપાની કેમેરા બનાવનારી કંપની ફુજિફિલ્મની સહાયક કંપનીએ બનાવી છે. આ દવાને ચીનમાં સારો પ્રતિસાદ મળ્યો, ચીનના શેંનજેનમાં જે દર્દીને આ દવા આપવામાં આવી છે, તે લોકો ચાર દિવસમાં કોરોના થી સાજા થઈ ગયા હતા અને જે દર્દીઓને આ દવા આપવામાં આવી ન હતી, તેઓને સાજા થવા માટે 11 દિવસનો સમય લાગ્યો હતો.

_Devanshi

Exit mobile version