ભુવનેશ્વર: અભિનેતામાંથી નેતા બનેલા બીજૂ જનતા દળના સાંસદ અનુભવ મોહંતી વિરુદ્ધ એક મહિલા પત્રકારે શુક્રવારે કથિતપણે તેમની સાથેના ગેરવર્તનનો મામલો દાખલ કરાવ્યો છે. કટકના પુરીઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં મહિલા પત્રકારે આરોપ લગાવ્યો છે કે સાંસદ અનુભવ મોહંતીએ તેમની સાથે ગેરવર્તન કર્યું છે.
મહિલાએ કહ્યુ છે કે તે 12 જૂને સાંસદના નિવાસસ્થાને ફરિયાદ કરવા ગઈ હતી કે તેમનો ભાઈ અનુપ્રાશ મોહંતી તેમને ગત બે વર્ષથી પરેશાન કી રહ્યો છે. જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા, તો તેમની સાથે ગેરવર્તન થયું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રપાડાથી સાંસદ અનુભવ મોહંતીએ વાત સાંભળી નહીં અને ધક્કો માર્યો. મહિલા પત્રકારે સાંસદ પર થૂંકવાનો પણ આરોપ લગાવ્યો છે. મહિલા પત્રકારે કહ્યું છે કે જે સમયે સાંસદે તેની સાતે ગેરવર્તન કર્યું અને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે સાંસદની પત્ની પણ ઘરમાં હાજર હતી.
મહિલાની ફરિયાદના આધારે પોલીસે બીજેડી સાંસદ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જો કે અનુભવે મહિલાના આરોપોને રદિયો આપીને તેને ખોટા ગણાવ્યા છે. સાંસદે કહ્યુ છે કે મહિલા તેમના મકાનની બહાર હંગામો કરી રહી હતી. તેમણે પોલીસને આની માહિતી આપી અને તે તેમને લઈ ગઈ. તેમણે કહ્યુ છે કે આરોપ નિરાધાર છે અને તેમને બદનામ કરવાની કોશિશ થઈરહી છે.
મહત્વપૂર્ણ છે કે અનુભવ મોહંતી નવનિર્વાચિત સાંસદ છે. તેમણે તાજેતરમાં જ લોકસભા ચૂંટણીમાં ઓડિશાની કેન્દ્રપાડા લોકસભા બેઠક પરથી જીત પ્રાપ્ત કરી છે. બીજેડીમાંથી ચૂંટણી લડીને અનુભવ મોહંતીએ ભાજપના બૈજયંત પાંડાના 1 લાખ 52 હજાર 584 વોટથી હરાવ્યા હતા.