એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ગરમી દરમિયાન મોનસૂનના વરસાદ અને અટલાન્ટિક સમુદ્રની સપાટીના તાપમાનમાં વિસંગતિઓ વચ્ચે પારસ્પરિક સંબંધ (ટેલિકમ્યુનિકેશન) ઝડપથી વધી રહ્યું છે. તેનાથી ભારતમાં મોનસૂન સંદર્ભે વધારે ચોક્કસ અનુમાનની સંભાવનાઓ પ્રબળ હોય છે.
અટલાન્ટિક મહાસાગરના અસાધારણ રીતે ગરમ થવા અથવા ઠંડા પડવાને અટલાન્ટિક ઝોનલ મોડ (એઝેડએમ) અથવા અટલાન્ટિક નીનોના નામથી ઓળખવામાં આવે છે અને તે આફ્રિકામાં હવામાનને પ્રભાવિત કરે છે.
અબુ ધાબી ખાતે ભારતીય હવામાન વૈજ્ઞાનિક અજય રવિન્દ્રનની આગેવાનીમાં થયેલા અભ્યાસ પ્રમાણે, ગરમ થઈ રહેલા વિશ્વમાં ભારતીય ગ્રીષ્મ મોનસૂન વરસાદ અને અટલાન્ટિક નીનો વચ્ચે પારસ્પરિક સંબંધ વધી રહ્યો છે. જે ભારતના લાખો લોકોને પ્રભાવિત કરે છે.
ન્યૂયોર્ક યુનિવર્સિટી અબુ ધાબીના સેન્ટર ફોર પ્રોટોટાઈપ ક્લાઈમેટ મોડલિંગ તરફથી કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, ગ્લોબલ વોર્મિંગના કારણે પૂર્વ ઉષ્ણકટિબંધીય અટલાન્ટિક મહાસાગર ઉપર સમુદ્રી સપાટીના તાપમાનના અંતર વાર્ષિક અસ્થિરતામાં ઘણો વધારો થયો છે.
અસ્થિરતા વધવાને કારણે અટલાન્ટિક નીનો સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. તેમાં હિંદ મહાસાગરમાં જબરદસ્ત કેલ્વિન તરંગો ઉઠવાનો મામલો પણ સામેલ છે. કેલ્વિન તરંગો ધરતીના ભૂમધ્યરેખીય વાતાવરણની પાસે નજર આવનારી અડચણોને કહેવામાં આવે છે.