- શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની તબિયત નાજુક
- તેમનો કોરોના ટેસ્ટ કરાવાની શક્યતા
- હાલ મથુરામાં ડોક્ટર દ્વારા સારવાર લઈ રહ્યા છે
- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન મૂકવામાં આવ્યું
શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરીયાદ હતી જેને લઈને ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા,ડોક્ટરએ તપાસ કરીને ઓક્સિજન આપીને સારવાર કરી હતી,જો કે તેમના કોરોના રિપોર્ટ અંગે કોઈ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી, તેમને શ્વાસ લેવામાં પડતી તકલીફને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે, નૃત્ય ગોપાલદાસનો કોરોના રિપોર્ટ કરાવામાં આવી શકે છે.હાલ તો ડોક્ટર તેમની સારવારમાં લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિતેલી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ જમ્નભૂમિમાં રામ મંદિર નિર્માણનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ આ શુભ પ્રસંગે હાજર જોવા મળ્યા હતા,જો કે એક દિવસ પહેલા જ તેમની તબિયત અસ્વસ્થ જણાતા તાત્કાલિક ડોક્ટર બોલાવીને તેમને સારવાર આપવામાં આવી રહી છે,હાલ તેઓને ઓક્સિજન લગાવવામાં આવ્યું છે,આ સમયે તેઓ મથુરામાં છે,આગરાના સીએમઓ અને શહેરના તમામ ડોક્ટર્સ તેમની સારવારમાં લાગ્યા છે.
જો કે હાલમાં જ શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેને લઈને તેમની સારવાર પણ આપવામાં આવી રહી છે.
_SAHIN