Site icon hindi.revoi.in

‘જય શ્રીરામ’ સૂત્રોચ્ચારથી ચિઢાતા મમતા બેનર્જીની ટીએમસીના કાર્યકર્તાઓ ફોન પર હેલોના સ્થાને બોલશે ‘જય બાંગ્લા-જય હિંદ’

Social Share

નવી દિલ્હી:  પ. બંગાળની તૃણમૂલ કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓ માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. તેમા કાર્યકર્તાઓને આદેશ આપવામાં આવ્યો છે કે હવેથી ફોન રિસિવ કર્યા બાદ પહેલા જય બાંગ્લા, જય હિંદ બોલવું પડશે.

ટીએમસી તરફથી તમામ કાર્યકર્તાઓને નોટિસ જાહેર કરીને આદેશનો અમલ કરવા મટે કહેવામાં આવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હવેથી કોઈપણ ટીએણસી કાર્યકર્તા ફોન ઉઠાવશે,  હેલોના સ્થાને તેને જય બાંગ્લા, જય હિંદ બોલવું પડશે. તેના પછી જ આગળની વાત થશે.

મહત્વપૂર્ણ છે કે ટીએમસીનો આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે તાજેતરમાં મમતા બેનર્જીના કાફલાની સામે કેટલાક લોકો જય શ્રીરામના સૂત્રો લગાવી રહ્યા હતા. જેનાથી મમતા બેનર્જી ઘણાં નારાજ થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થયો છે.

જાણકારી પ્રમાણે, મમતા બેનર્જીનો કાફલો 24 પરગણા પહોંચ્યો હતો, ભાજપના ટેકેદારોએ તેમને જોઈને જય શ્રીરામના સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું. આ મામલે મમતા બેનર્જી ગુસ્સે ભરાયા હતા.

આ ઘટના બાદ મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું હતું કે તેઓ આવા પ્રકારની ગુંડાગર્દી બરદાશ્ત નહીં કરે.

Exit mobile version